Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

નિર્ણાયક નેતૃત્વના ૪ વર્ષઃ ઉતમથી સર્વોતમ તરફ ગુજરાતની આગેકૂચ

રૂપાણી રાજનો પાંચમાં વર્ષમાં પ્રવેશઃ પ્રજાલક્ષી ૧પ૦૦ નિર્ણયો

કોરાના સામે મજબૂત લડાઇઃ ૧ લાખ યુવાનોને સરકારી નોકરીઃ દુષ્કાળ બન્યો ભૂતકાળઃ ભ્રષ્ટાચાર નાથવા સંગીન પગલા

રાજકોટ, તા., ૭: ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીન પટેલે સુકાન સંભાળ્યાને આજે ૪ વર્ષ પુરા થયા છે. પાંચમાં વર્ષમાં પ્રવેશ નિમિતે બંન્નેએ વધુ શકિતથી રાજયને વિકાસના માર્ગે આગળ વધારવાનો સંકલ્પ કર્યો છે. હાલ કોરોના સામે રૂપાણી સરકાર  મજબુત લડત આપી રહી છે.

ખેડુ઼તો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વેપારીઓ વગેરે માટે વિકાસના પગલા ભર્યા છે. ટેકાના ભાવે મોટા પ્રમાણમાં ખેતી ઉપજની ખરીદી કરી છે. ૪ વર્ષમાં પ્રજાલક્ષી નિર્ણયોનો આંક ૧પ૦૦ને પાર કરી ગયો છે. એસીબીને વધુ સતા આપી ભ્રષ્ટાચાર સામે જંગ છેડયો છે. ઙ્ગ

ગુજરાતમાં કોરોના કાળમાં વિકાસની ગતી અટકી નથી. રાજયમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ થતા ખેડુતોએ વિવિધ પાકની વાવણી કરી છે. કૃષિ ક્ષેત્રે ગુજરાતના ખેડુતોએ ચમત્કાર સર્જયો છે. ખારેક હોય કે ડ્રેગન ફુટ કે પછી કપાસ, ચણા કે મગફળી  હોય, ખેડુતોના બાવડાના બળ અને સરકારની સહાયે કૃષિકારોની આવક બમણી કરવાની દિશામાં વિકાસનો નવતર પથ કંડાર્યો છે.

રાજય સરકારે જનહિતલક્ષી નિર્ણયો અને યોજનાઓથી લોકોપયોગી કાર્યોમાં વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. અન્નબ્રહ્મ યોજના, આત્મનિર્ભર યોજના સહીતના જનહિતલક્ષી પગલાને વ્યાપક જનસહયોગ સાંપડયો છે. ખાદ્ય સુરક્ષા કાયદો લાગુ ના પડતો હોય તેવા લોકોને પણ રાશન આપવાના નિર્ણયથી વંચીત નાગરીકોને પણ આવરી લઇ રાજય સરકારે સંવેદનાસભર અભિગમ અપનાવ્યો છે. ગુજરાત સરકારના પ્રયાસોને મળેલા વ્યાપક જનસહયોગનો પડઘો આઇઆઇએમ અમદાવાદના રાજયમાં કોવીડ-૧૯ મહામારી અંગેના સંશોધન અહેવાલમાં પડયો. આઇઆઇએમ દ્વારા હાથ ધરાયેલા સર્વેલક્ષણમાં સામેલ ૮૦ ટકાથી વધુ લોકોએ કોરોના કોવીડ-૧૯ મહામારી દરમિયાન મુખ્યમંત્રીશ્રી વિજય ભાઇ રૂપાણીના નેતૃત્વમાં પુર્ણ સંતોષ વ્યકત કર્યો છે. કોરોના સંદર્ભે થયેલી કામગીરીના નિરીક્ષણ અર્થે આવેલી કેન્દ્રીય ટીમે પણ આ દિશામાં ગુજરાત સરકારના પગલાઓ અને પહેલની પ્રશંસા કરી છે.

(11:28 am IST)