Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

વડોદરા:વાસણા તળાવ નજીક પાર્ટી પ્લોટની બાજુમાં ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણોસર આગ ભભુકતા પરિવારના ચાર સભ્યો ફસાયા

વડોદરા:શહેરના વાસણા તળાવ પાસે ગોકુલ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ વેદ ફ્લેટના એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. જેમાં પરિવારના ચાર સભ્ય ફસાઈ ગયા હતા. જેને અગ્નિશમન દળની ટીમે બચાવી લેવાની કામગીરી કરી હતી

વડોદરાના વાસણા વિસ્તારમાં વેદ ફ્લેટમાં આજે વહેલી સવારે બનેલા આગના બનાવને કારણે તે મકાનમાં રહેતો ગોસાઈ પરીવાર ફસાઈ જતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટયા હતા. જોકે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તમામને સહી-સલામત રેસ્ક્યુ કર્યા હતા. આજે શુક્રવારે વહેલી સવારે શહેરના વાસણા તળાવ પાસે ગોકુલ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ વેદ ફ્લેટના એક મકાનમાં ગોસાઈ પરિવાર ગાઢ નિંદ્રામાં હતો તે સમયે અચાનક મકાનમાં આગ ભભૂકી ઉઠતા સ્થાનિક રહીશોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. આગના કારણે ધુમાડાના ગોટે-ગોટા છવાતા પરિવાર ઘરમાં ફસાઇ ગયો હતો.

(5:07 pm IST)