Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

વડોદરામાં હાથીખાનાના વેપારીની એક્ટિવામાંથી ચોરી કરનાર આરોપીએ ચપ્પુની અણીએ ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી આપી

વડોદરા:હાથીખાનાના વેપારીની એક્ટિવાની ડિકીમાંથી ચોરી કરનાર આરોપીએ વેપારીની દુકાને જઈ ચપ્પુ બતાવી ફરિયાદ પરત ખેંચી લેવા માટે ધમકી આપી માર માર્યો હતો. જે અંગે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.હરણી પોલીસ સ્ટેશનની પાછળ રાજેશ્વર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા દિપક રાજેશભાઈ   બ્રીયાણીની હાથીખાના અનાજ માર્કેટમાં ગુરૃકૃપા ટ્રેડર્સ નામની દુકાન છે. ત્રણ મહિના પૂર્વે હાથીકાના માર્કેટમાં તેમની એક્ટીવાની ડિકીમાંથી રોકડા રૃપિયાની ચોરી થઈ હતી. જે અંગે વેપારીએ સિટિ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે   ગુનામાં આરોપી સાહિલ જાકીર હુસેન શેખ (રહે. કાસમઆલા કબ્રસ્તાન મસ્જિદ પાસે)ની ધરપકડ કરી હતી.

ગઈકાલે વેપારી દુકાને  હાજર હતો તે સમયે સાહિલ શેખ તથા ઝાઝર નામના આરોપીઓ આવ્યા હતા. સાહિલે ચપ્પુ બતાવીને ધમકી આપી હતી કે, ચોરીની ફરિયાદ પાછી ખેંચી લે નહીતર ચપ્પુઓ તને જાનથી મારી નાંખીશ. ગાળો બોલતા સાહિલને વેપારીએ ગાળો  બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા સાહિલ અને તેના મિત્ર ઝાઝરે  માર માર્યો હતો. દરમિયાન લોકોના ટોળા ભેગા થઈ જતાં હુમલાખોરો જતા રહ્યા હતા. સાહિલે જતા જતાં ધમકી આપી હતી કે, તું બહાર નીકળ તને બતાવું છુ.

(5:08 pm IST)