Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

અમદાવાદ જિલ્લાના માંડલ અને વિરમગામ તાલુકામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ

બાળકને જન્મથી છ માસની ઉંમર સુધી ફકત માતાનુ દૂધ જ આપવુ, પાણી પણ આપવુ નહી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :અમદાવાદ જિલ્લાના માંડલ અને વિરમગામ તાલુકામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. સરકારની સૂચના મુજબ તારીખ ૦૧/૦૮/૨૦૨૦ થી ૦૭/૦૮/૨૦૨૦ એમ સાત દિવસ સગર્ભા માતાએ સુવાવડ સરકારી હોસ્પિટલમાં કરાવવી, સ્તનપાનથી થતા ફાયદા  તેમજ ગેરફાયદા વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. માતાનુ પહેલુ ધાવણ બાળકને કેટલુ ઉપયોગી છે તે વિશે માર્ગદર્શન આપવામાં આવી હતી. રાજય કક્ષાએથી એક વેબીનારનુ આયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં રાકેશભાઈ દ્વારા સ્તનપાનના ફાયદા વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

 

 બાળકને જન્મથી છ માસની ઉંમર સુધી ફકત માતાનુ દૂધ જ આપવુ, પાણી પણ આપવુ નહી. માતાનુ દુધ છ માસ સુધીની ઉંમરના બાળક માટે પર્યાપ્ત છે અને રોગ સામે રક્ષણ આપે છે. ૬ માસની ઉમર પુર્ણ થયે સ્તનપાન સાથે પૌષ્ટિક આહાર શરૂ કરવા સમજ આપી હતી. તારીખઃ- ૦૭/૦૮/૨૦૨૦ના રોજ જે સગર્ભા માતાઓને તા.૦૧/૦૮/૨૦૨૦ થી ૦૭/૦૮/૨૦૨૦ દરમ્યાન સુવાવડ આવેલ હતી તેમના હસ્તે ફળના રોપનુ વાવેતર કરવામાં આવ્યું હતુ. ટી.એચ.આર વિતરણ કરવામાં આવ્યું અને મમતા દિવસના આયોજન દ્વારા બહેનોને સમજ આપવામાં આવી હતી. તેમ માંડલ, વિરમગામના સી.ડી.પી.ઓ મીતાબેન જાનીએ જણાવ્યુ હતુ.

(6:16 pm IST)