Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

કોઈ મુશ્કેલી સમયે મોબાઈલની ખાસ એપનું એક બટન પ્રેસ કરતા જ પોલીસ દોડી આવશે

ગૃહમંત્રાલય દ્વારા તમામ પોલીસ મથકોને તાકીદે મદદ કરવા આદેશ : નવરાત્રી અંતર્ગત સોમચંદ ડોસાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ અને પોલીસ દ્વારા અમદાવાદમાં બહેનોની સુરક્ષા માટે ગુજરાતના ઇતિહાસમાં અભૂતપૂર્વ આયોજન : ડો. રાગેશ શાહ અને હેમા શાહ દ્વારા સેવાઓ અપાશે

રાજકોટ તા. ૭,   નિર્ભય નવરાત્રી અંતર્ગત સોમચંદ ડોસાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ અને સુરક્ષા સેતુ દ્વારા અભય દેવ કવચ અંતર્ગત મહિલાઓ અને યુવતીઓ તથા બળાઓની સુરક્ષા માટે સિક્યોરિટી સોફ્ટવેરનો પ્રારંભ પ્રાયોગિક ધોરણે ૧૧ દિવસ માટે એપ્. નોંધણી કરવાથી લાભ મળશે તેમ મેનેજીંગ ટ્રસ્ટી જાણીતા સાયન્ટીસ્ટ ડો. રાગેશ શાહ અને ટ્રસ્ટી હેમા શાહ દ્વારા જણાવાયું છે. નવરાત્રી પૂર્ણ થયે ક્યું આર કોડ મારફત ડાઉનલોડ થનાર રજી. કરવાથી બીજા એક વર્ષ સુધી સેવાઓ ઉપલબ્ધ થશે તેમ પણ ઉકત બંને અગ્રણીઓ દ્વારા વિશેષમાં જણાવાયું છે.

  ગૃહમંત્રાલય દ્વારા પણ ટ્રસ્ટની ઉમદા ભાવનાથી પ્રભાવિત થઈ પોલીસ તંત્રને પણ ટ્રસ્ટને નિયમાનુસાર તમામ મદદ પૂરી પાડવા સૂચના આપી હોવાનું ડો.રાગેશ  શાહ અને હેમા શાહ જણાવે છે.  ઉપભોકતા દ્વારા કોઈ ફી આપવાની નથી તેમ ઉમેર્યું છે. કન્ટ્રોલ ઇન્ચાર્જ તરીકે ધર્મિષ્ઠા શાહ ઉકત અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ સેવા પૂરી પાડશે . 

સોમચંદ ડોસાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટના સેટેલાઈટના કાર્યાલયે અમદાવાદના જાણીતા ફીઝીયોથેરાપીસ્ટ શ્રીમતી ડો. સ્તુતિ શાહ, (સ્પોટ્સ અને રીફોર્મર સ્પેશિયલિસ્ટ) અને અને શ્રી હર્ષલ શાહ, શહેરના લીડોંગ ફાઇનાન્સિયલ એડવાઈઝર, દ્વારા આ એસઓએસ સોફ્ટવેરનું વિધિવત અમારી સાઈટ તથા કયુઆર કોડ થકી ડાઉનલોડ કરીને ગુજરાતી ફિન્દી અને ઇંગ્લીશ ભાષામાં સોફ્ટવેરની લીંક અને ઓટો રજીસ્ટ્રેશન નવરાત્રીના નવ દિવસ માટે અને ત્યારબાદ બીજા એક વર્ષ માટે નિઃશુલ્ક ઉપયોગ અર્થે અમદાવાદ શહેરની તમામ મહિલા અને બહેનો માટે આ સેવા ટ્રસ્ટ છ્વારા ખુલ્લી મુકેલ છે.

(1:08 pm IST)