Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

શિક્ષણ વિભાગનો નિર્ણય ફેરવાયો : ખાનગી શાળાઓ પોતાની રીતે એકમ કસોટી લઇ શકશે

ખાનગી શાળાના સંચાલકોના વિરોધ સામે

રાજકોટ, તા. ૭ : ગુજરાત રાજયમાં ખાનગી શાળઓની માંગણીનો શિક્ષણ વિભાગે સ્વીકાર કરીને નિર્ણય ફેરવ્યો છે.

રાજકોટમાં ધો. ૯ થી ૧રના વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી માટે ખાનગી શાળાઓ પોતાની રીતે પ્રશ્નપત્ર કાઢી પરીક્ષા લઇ શકશે. શિક્ષણ બોર્ડ દ્વારા રજુઆતોના પગલે બોર્ડના પ્રશ્નપત્રોના ફરજીયાત અમલીનો આદેશ પરત લઇ સ્વૈચ્છિક ધોરણે જે સ્કુલ ઉપયોગ કરવા માંગતી હોય તે કરી શકે છે. તાજેતરમાં ખાનગી શાળા સંચાલક મંડળ  દ્વારા પ્રશ્નપત્રના ફરજીયાત ઉપયોગ સામે રજુઆત કરી હતી. જેના પગલે હવે બોર્ડે પ્રશ્નપત્રનો ફરજીયાત ઉપયોગ કરવાના બદલે શાળાઓને પોતાની રીતે પ્રશ્નપત્ર કાઢવાની છુટ આપી છે. રાજયમાં ધો. ૯ થી ૧રની પ્રથમ પરીક્ષાના આયોજનને લઇને બોર્ડ દ્વારા પરીપત્ર કરવામાં આવ્યો હતો. જેમાં ધો. ૯ થી ૧રની પ્રથમ કસોટી ૧૮ ઓકટોબરથી ર૭ ઓકટોબર દરમિયાન લેવામાં આવનાર હતી. ઉપરાંત આ પરીક્ષા માટેના પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા પુરા પાડવામાં આવનાર હોવાનું જણાવાયું હતું. આ નિર્ણય બાદ રાજયના ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા પ્રથમ કસોટીના પ્રશ્નપત્રો બાબતે કોવિડ-૧૯ની વર્તમાન પરિસ્થિતીને ધ્યાને રાખીને બોર્ડના પરીપત્ર અંગે પુનઃ વિચારણા કરવા માટે રજુઆત કરી હતી.

(4:02 pm IST)