Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

પ્રાંતિજ તાલુકાના પલ્લાચાર ગામ નજીક સરકારી જમીનના દબાણો દૂર કરવા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

પ્રાંતિજ:તાલુકાના પલ્લાચાર ગામમાં ગામતળની જમીનમાં સરકારી જમીનના દબાણ દૂર કરવા તાલુકા પંચાયત દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જરૂરી બંદોબસ્ત માગ્યો અને પોલીસે સિવિલ તકરારના દાવાઓહૂકમોનો અભ્યાસ કરી પછી પોલીસ બંદોબસ્ત આપીશું.

પ્રાંતિજના પલ્લ્લાચરમાં દબાણનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. વર્ષ-ર૦ર૦માં દબાણ તોડવા માટે તંત્ર જે.સી.બી. લઈને પહોંચ્યું હતું પરંતુ દબાણકારો જમીન ઉપર સૂઈ જતાં દબાણ હટાવ્યા વગર ટીમ પાછી ફરી હતી. ત્યાર પછી પણ દબાણ હટાવવાની કામગીરી ઓછા પોલીસ સ્ટાફનું કારણ આગળ ધરી મુલત્વી આવી છે. ફરી એકવાર દબાણ હટાવવાનો મામલો ગાજ્યો જેમાં પ્રાંતિજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પલ્લાચર ગામે ગામતળની સરકારી જમીનમાં થયેલા  દબાણો દૂર કરવા તંત્રના આદેશ પછી પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં દબાણ હટાવવા સમયે પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી.

 પરંતુ પી.આઈ.એચ.બી.વાઘેલાએ પ્રસ્તુત કાર્યવાહીમાં બંન્ને પક્ષકારોને સાંભળતાં દબાણ હટાવવાની કામગીરી પ્રથમ દ્રષ્ટીએ દિવાની રાહે તકરારી જણાતી હોવાથી બંન્ને પક્ષના અગાઉના તમામ સિવિલ તકરારના દાવાઓહુકમોનો અભ્યાસ કરી બાદમાં પોલીસ બંદોસ્ત આપવાની નોંધ રાખેલી છે તેઓ તા.પ ઓક્ટોબર-ર૦ર૧થી પત્ર તાલુકા પંચાયત કચેરીને મોકલાતાં આગામી દિવસોમાં આ મામલે વધુ વિવાદ વકરે તેવી દહેશત સેવાય રહી છે.

(5:26 pm IST)