Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

વડોદરાના અલગ અલગ વિસ્તારમાં 11 મોબાઈલ ફોનની લૂંટ ચલાવનાર બે શખ્સોને રાવપુરા પોલીસે ઝડપ્યા

વડોદરા: શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 11 મોબાઈલ ફોનની લૂંટ ચલાવનારા બે શખ્સોને રાવપુરા પોલીસે ઝડપી પાડયા બાદ વધુ એક ગુનાનો ભેદ ઉકેલાયો છે. 20 દિવસ અગાઉ નિસર્ગ હોમ ચાર રસ્તા પાસે પગપાળા જતી યુવતીનો રૂપિયા 52 હજારની કિંમતનો આઈફોન ઝૂંટવી અજાણ્યા બાઇક સવાર નાસી છૂટ્યા નો ભેદ ઉકેલાયો હતો.

આ બનાવની વિગત એવી છે કે ,વડોદરા શહેરના રાજમહેલ રોડ ઉપર રહેતી પૂજા નામની યુવતી ખાનગી કંપનીમાં પ્રોસેસ એસોસીએટ તરીકે નોકરી કરે છે. 18મી સપ્ટેમ્બરના રોજ યુવતી બપોરના સુમારે પગપાળા કુબેર ભવન જતી હતી તે સમયે નર્સિંગ હોમ ચાર રસ્તા પાસે બે અજાણ્યા બાઇક સવાર ગઠીયા યુવતીના હાથમાંથી 52 હજારની કિંમતનો મોબાઇલ ફોન ઝૂંટવી નાસી છૂટયા હતા. જે સંદર્ભે રાવપુરા પોલીસ મથકે અરજી આપી હતી. અત્રે નોંધનીય છે કે મરી માતાના ખાંચામાં રૂપિયા 1.56 લાખની કિંમતના 11 મોબાઈલ ફોન વેચવા નીકળેલા નિતીન જાદવ (રહે- ઉમિયાદિપ સોસાયટી, વાઘોડિયા રોડ) અને નિર્મલ ભીલ (રહે- સાવલી)ને પોલીસે ઝડપી પાડયા હતા.

(5:32 pm IST)