Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

રાજપીપલા કબ્રસ્તાન તરફ જુગાર રમતા 03 શખ્શોને રૂપિયા 1,340 સાથે પોલીસે ઝડપી પાડ્યા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા  કબ્રસ્તાન તરફ જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડ રકમ સાથે રાજપીપળા પોલીસે પકડી ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ કબ્રસ્તાન પાસે જુગાર રમતા હોવાની બાતમીના આધારે રાજપીપળા પોલીસે રેડ કરતા ત્યાં જુગાર રમતા ગોવિંદભાઇ મનસુખભાઇ સોલંકી, પ્રફુલભાઇ રમણભાઇ સોલંકી તથા અજીતભાઇ હરિભાઇ સોલંકી( ત્રણેય રહે. આરબટેકરા સોલંકીવાસ રાજપીપલા)  ગે.કા હારજીતનો જુગાર રમી અંગ ઝડતીના તથા દાવ પરના કુલ રૂ.૧૩૪૦  સાથે રેડ દરમ્યાન પકડાઇ  જતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:39 pm IST)