Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

લોકડાઉન બાદ કુર્તીનો વેપાર બંધ થતા વેપારી મજબૂરીમાં બન્યો દારૂનો ખેપીયોઃ ૨૪૩ બોટલ સાથે ઝડપાયો

સુરત, તા.૭: સુરતમાં કોરોના વાયરસે વેપારની કમર ભાંગી કાઢી છે. વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે, તો કેટલાક વેપારીઓના પેમેન્ટ અટવાઈ છે જયારે કેટલાકનાં તો ધંધા જ ઠપ થઈ ગયા છે. દરમિયાન સુરતમાં એક વેપારીનો ધંધો ઠપ થઈ જતા તેણે આવક માટે એક બૂટલેગર માટે દારૂની ખેંપ મારવાનું શરૂ કર્યુ હતુ. મજબુરી વશ ' ખેપિયો' બનેલો આ વેપારી આખરે પોલીસના હાથે ઝડપાયો પરંતુ તેણે દાવો કર્યો કે તેનો વેપાર ઠપ થતા તેને આ કામ કરવાની ફરજ પડી હતી.

આ બનાવની વિગત એવી છે કે સુરત શહેરના ડિંડોલી આર.ડી.ફાટક ઓવરબ્રિજ પાસે મોપેડ ઉપર વ્હીસ્કીની બોટલો સાથે વેપારી ઝડપાયો ઘરમાંથી પણ વ્હીસ્કીનો મોટો જથ્થો મળી આવ્યો સુરત પીસીબીએ નવાગામ ડિંડોલી આર.ડી.ફાટક ઓવરબ્રિજ પાસેથી મોપેડ ઉપર જતા યુવાન વેપારીને વ્હીસ્કીની ૯૬ બોટલ સાથે ઝડપી પાડી તેના દ્યરે તપાસ કરતા ત્યાંથી વ્હીસ્કીની વધુ ૨૪૩ બોટલ મળી આવી હતી.

પુછપરછમાં ખુલાસો થયો હતો કે યુવાન વેપારી અગાઉ ઘરેથી જ લેડીઝ કુર્તીનો વેપાર કરતો હતો પરંતુ લોકડાઉન બાદ કુર્તીનો વેપાર બંધ થતા તેણે ડિંડોલીના બુટલેગર અનિલ છપરી માટે મોપેડ ઉપર દારૂ લાવવાનું શરૂ કર્યું હતું. પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ સહદેવભાઈ અને દિપકભાઈને મળેલી બાતમીના આધારે પીસીબીએ નવાગામ ડિંડોલી આર.ડી.ફાટક ઓવરબ્રિજ નવાગામ તરફના નાકેથી મોપેડ ઉપર પસાર થતા સુનિલ શંકરલાલ પટે ને અટકાવી તેની પાસેની બેગની જડતી લેતા તેમાંથી રૂ.૯૬૦૦ની કિંમતની વ્હીસ્કીની ૯૬ બોટલ મળી આવી હતી.

(2:50 pm IST)