Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સી -પ્લેન બાદ વિશ્વ કક્ષાનું રેલ્વે સ્ટેશન 2 મહિનામાં તૈયાર કરાશે

691 કરોડના ખર્ચ 80 કિલોમીટરની રેલ્વે લાઈન અને રેલ્વે સ્ટેશન બનશે : પશ્ચિમ રેલવેના GM એ લીધી મુલાકાત

નર્મદા : કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસન સ્થળને વેગ આપવામાં તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરવામાં આવી છે.બસની સુવિધા સાથે સી પ્લેનની સુવિધા ઉભી કરાઈ છે અને હવે ટ્રેન સેવા પણ શરૂ કરાશે, 691 કરોડના ખર્ચ 80 કિલોમીટરની રેલ્વે લાઈન અને રેલ્વે સ્ટેશન તૈયાર થશે.

વડોદરાથી ડભોઈ 39 કિલોમીટરની લાઈન, તેમજ ડભોઈથી ચાંદોદ 18 કિલોમીટરનો ટ્રેક તૈયાર થઈ ગયો છે.ચાંદોદથી કેવડિયા 32 કિલો મીટરની રેલવે ટ્રેકનું કામ ચાલી રહ્યું છે અને ડભોઈ અને કેવડિયા ખાતે રેલવે સ્ટેશનની બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે.ત્યારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર મનોજ કંશલે કેવડિયાના અદ્યતન રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી.

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર મનોજ કંશલે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં ક્યાંય નહિં જોયું હોય તેવું કેવડિયાનું અદ્યતન સુવિધાથી સજ્જ ઈકો ફ્રેન્ડલી, વોટર હાર્વેસ્ટિંગ અને સોલાર સિસ્ટમથી સંચાલિત રેલવે ભવન કામ પૂર્ણતાના આરે છે, આગામી 2 માસમાં કામ પૂરું થશે અને રેલ્વે સેવા શરૂ થશે એવુ ટિવટ કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે કર્યું છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ ભવનનું ખાતમુહૂર્ત 6 જૂન 19 ના રોજ કરવામાં આવ્યું હતું.

જેને 31 ડિસેમ્બર 2020 પહેલાં પૂર્ણ કરવા તંત્ર દ્વારા કવાયત ચાલી રહી છે, 20 કરોડના ખર્ચે ભારતનું એકદમ આધુનિક અને ઈકો ફ્રેન્ડલી રેલવે ભવન બનાવવામાં આવશે, સ્ટેશનની છત પરથી 200 કિલોવોટ સુધી વીજ ઉત્પાદન થવાનું સંભાવના છે.જેના માટે સોલાર પેનલો ગોઠવવામાં આવશે, કેવડિયા ખાતે અદ્યતન સુવિધા સજ્જ રેલવે ભવન બનાવવાની કામગીરીનો પ્રારંભ કરી આગામી આવનારા 2020માં આ અદ્યતન સુવિધા સજ્જ રેલવે ભવન 2020 માં પૂર્ણ થશે જે વિશાળ રેલવે ભવન, મોટું જંક્શન સાથે કર્મચારીઓનું સ્ટાફ ક્વાટર્સ, રેલવે મેન્ટેનન્સ વિભાગ સહિત વિભાગોના બિલ્ડીંગો બનાવવાની કામગરી ચાલી રહી છે.

વધુમાં એમણે જણાવ્યું હતું કે કેવડિયા ખાતે બની રહેલા રેલવે ભવન ચાંદોદથી સીધી લાઈન જોઈન્ટ થશે આ રેલવે લાઈન દેશની તમામ રેલ સેવા સાથે જોડવામાં આવશે.ડભોઇથી ચાંદોદ સુધીનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે દિવસ રાત કામ ચાલી રહ્યું છે

(9:28 pm IST)