Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનાની 10 તારીખ આસપાસ યોજાય તેવી વિચારણા

ગાંધીનગર: રાજ્યમાં આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આગામી સપ્તાહે બોર્ડની પરીક્ષાની પણ જાહેરાત થઈ શકે છે. ધોરણ-10 અને 12ની બોર્ડની એક્ઝામ મે મહિનાની 10મી તારીખની આસપાસ યોજાઈ શકે છે.

  • કેટલા વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા

શિક્ષણ બોર્ડના અધિકારીઓના જણાવ્યા મુજબ, કોરોના કાળમાં આ વર્ષો SSC ધોરણ-10ની બોર્ડ એક્ઝામમાં 10.05 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેસી શકે છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 5.30 લાખ અને સાયન્સ સ્ટ્રીમમાં 1.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસ ક્રમમમાં પણ 30 ટકા જેટલો ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો. જેના કારણે પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. મોટાભાગે બોર્ડની એક્ઝામ માર્ચ મહિનામાં યોજાતી હોય છે, પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે પરીક્ષા મે મહિનામાં યોજાવાની શક્યતા છે.

  • શિક્ષણ વિભાગની કેવી તૈયારી

કોરોના સંક્રમણને જોતા આ વખતે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા પણ વધારીને 6,700 કરવામાં આવી છે. જેમાં 60 ટકા પરીક્ષા કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા છે.

30 ટકા અભ્યાસ ક્રમ ઘટવાથી પરીક્ષાની નવી પેટર્ન મુજબ ધો-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે 50 ટકા માર્ક OMR પ્રશ્નો અને 50 ટકા માર્ક વિગતવાર પ્રશ્નોના જવાબના રહેશે. જ્યારે ધોરણ-12 સમાન્ય પ્રવાહ અને ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે ઓબ્જેક્ટિવ પ્રશ્નોનો ગુણભાર અગાઉ 20 ટકા હતો, જે વધારીને 30 ટકા કરવામાં આવ્યો છે.

(5:06 pm IST)