Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાત રાજ્યમાં વધતી બેરોજગારી મુદ્દે કલેક્ટરને આવેદન આપ્યું

નોટબંદી ,GST, અને કોરોના લોકડાઉનમાં લોકો પાયમાલ બન્યા: મંદીના માહોલમાં બેકાર યુવાનો માટે સરકાર કઈ કરે તેવી માંગ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : સમગ્ર ગુજરાત રાજ્યમાં વધતી જતી બેરોજગારી મુદ્દે નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં બેરોજગારી વધી રહી છે જે ચિંતાનો વિષય છે નોટબંદી ,જીએસટી તેમજ હાલ કોરોનાના કારણે મંદીનો માહોલ છે હાલ બેરોજગારી ચરમસીમા ઉપર છે લાખો બેરોજગાર યુવાનો સરકાર સમક્ષ આશા રાખીને બેઠા છે સરકાર આવી પરિસ્થિતિમા યુવાનોને રાહત થાય તે દિશામાં યોગ્ય પગલાં લે તેવી માંગ કરી છે બેરોજગાર યુવાનો માટે સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો યુવક કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરશે તેવી પણ તેઓ ચીમકી ઉચ્ચારી છે જેમાં નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા, નાંદોદ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ અજય વસાવા, અમિત વસાવા,સોસીયલ મીડિયા કો- ઓર્ડીનેટર જીગ્નેશ વસાવા સહિતના યુવાનોઓ હાજર રહ્યા હતા.

(11:49 pm IST)