Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

વલસાડના ધરમપુરમાં ફરી દિપડો દેખાતા લોકોમાં ભય

મોટી ઢોલ ડુંગરી ગામના રસ્તા પર દીપડો દેખાયો : દસ દિવસ અગાઉ પણ વલસાડ નજીક હાઈવે ઉપર એક અજાણ્યા વાહનની અડફેટે એક દીપડાનું મોત થયું હતું

વલસાડ : વલસાડ જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં ફરી એક વખત દીપડાની દહેશત વર્તાઇ રહી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી અને આસપાસના ગામમાં ફરી એક વખત દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. ગઈકાલે મોડી રાત્રે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગામના જાહેર રસ્તા પર એક ખૂંખાર દીપડો આંટાફેરા મારી રહ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

મોડી રાત્રે ગામના રસ્તા પરથી પસાર થઇ રહેલા એક કારચાલકે ગામના રસ્તા પર આંટાફેરા મારી રહેલા દીપડાને જોયો હતો. આથી કાર ચાલકે ગામના રસ્તા પર આંટાફેરા મારી રહેલા દીપડાને મોબાઇલ કેમેરામાં કેદ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગામ અને આસપાસના  વિસ્તારમાં એક દીપડો દેખાય રહ્યો છેઅને ગામના છેવાડાના વિસ્તારોમાંથી શ્વાન અને મરઘા જેવા નાના પશુ પક્ષીનો શિકાર કરી રહ્યો છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

આથી લોકો દિવસે પણ ખેતર કે વાડી સુધી જતા ડરે છે. ત્યારે હવે ગામના છેવાડાના વિસ્તારોમાં દીપડાની હાજરી મોબાઇલ કેમેરામાં કેદ છતાં લોકોમાં ભયનો માહોલ છે. અત્યારે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ છે. તો બાબતે લોકો દ્વારા વનવિભાગને જાણ કરી અને વનવિભાગ દ્વારા ગામના છેવાડાના વિસ્તારમાં આંટાફેરા મારી રહેલા દીપડાને પકડવા પાંજરૂ ગોઠવવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે, અગાઉ પણ વલસાડ જિલ્લામાં અનેક વખત રહેણાક વિસ્તાર નજીક દિપડો દેખાવવાના અનેક બનાવો બની ચૂક્યા છેદસ દિવસ અગાઉ પણ વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર હાઇવે ક્રોસ કરતી વખતે એક અજાણ્યા વાહનની અડફેટે એક દીપડાનું મોત થયું હતું. તો પારડી તાલુકાના ખડકી ગામ નજીક એક દિવસમાં બે દીપડા પાંજરે પુરાયા હતા. આમ છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લાના છેવાડાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક વિસ્તાર સુધી હિંસક પ્રાણી દીપડાના આંટાફેરાની ઘટનાઓ  વધી રહી છે. દીપડાઓ ગામના છેવાડાના વિસ્તારના ઘરોમાંથી મરઘા અને નાના પશુ પક્ષીનો શિકાર કરી રહ્યા છે.

આવી ઘટનાઓ પ્રકાશમાં આવતા લોકોમાં ભયનો માહોલ છવાતો હોય  છે. ત્યારે લોકોને ભયમુક્ત કરવા અને રહેણાંક વિસ્તાર નજીક આંટાફેરા મારતા દીપડાઓને ઝડપવા માટે વન વિભાગ દ્વારા પાંજરા  ગોઠવવામાં આવે તે જરૂરી છે. ફરી એક વખત મોટી ઢોલ ડુંગરી ત્યારે ફરી એક વખત મોટી ઢોલ ડુંગરી ગામે દીપડો દેખા દેતા વન વિભાગ ને લોકોએ રજૂઆત કરી છે. અને દિપડાને ઝડપવા માટે પાંજરા ગોઠવવામાં માટે માંગ કરી છે. આમ વલસાડ જિલ્લાના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારમાં દીપડાઓની હાજરી લોકોમાં ભયનો માહોલ ઉભો કરી રહી છે. ત્યારે વનવિભાગ દ્વારા આવા દીપડાઓને ઝડપી અને તેમને દૂર જંગલ વિસ્તારમાં છોડવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

(9:53 pm IST)