Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

રાજયભરની તમામ કોલેજોમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ

કલાસરૂમોમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશેઃ હોસ્ટેલો પણ આજથી શરૂ

રાજકોટઃ તા.૮, કોરોનાનો કેર ઘટતાં રાજયમાં શૈક્ષણિક કાર્ય ક્રમશઃ અનલોક થઇ રહ્યું છે. ત્યારે હવે આજથી રાજયની તમામ કોલેજોમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ થયા છે. અન્ય ધોરણના વર્ગોની જેમ કોલેજના વિદ્યાર્થીઓએ પણ કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે કોલેજમાં કલાસરૂમમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે સેફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યુ.૧૦ મહિનાના લાંબા સમય બાદ કોલેજના પ્રથમ વર્ષનો અભ્યાસ શરૂ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

આજથી હોસ્ટેલ પણ શરૂ થવા જઇ રહી છે. હોસ્ટેલ પુનઃશરૂ કરતાં પહેલાં તકેદારીના પગલાં રૂપે હેન્ડ સેનિટાઇઝર સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય જરૂરી પગલાંઓ સુનિશ્ચિત કરવાના રહેશે.

 હોસ્ટેલ માટે જાહેર થયેલી એસઓપીમાં જણાવ્યા મુજબ હોસ્ટેલમાં એક રૂમમાં બેથી વધુ વિદ્યાર્થીઓને સાથે રહેવાની મંજૂરી આપવામાં નહીં આવે. એટલું જ નહિ કોવિડ-૧૯ના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીને કોઇ પણ સંજોગોમાં હોસ્ટેલમાં પ્રવેશ કે રહેવાની મંજૂરી આપવામાં આવશે નહી. ઉલ્લેખનીય છે કે અગાઉ ૧૧ જાન્યુઆરીથી પ્રથમ તબક્કે તમામ પોસ્ટ ગ્રેજયુએટ, પીએચડી, એમ.ફીલ.ના અભ્યાસક્રમો તેમજ મેડિકલ.. પેરામેડિકલ અને અન્ય સ્નાતક અભ્યાસક્રમોના ફાઇનલ યરના તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડો શરૂ થઇ ચૂકયા છે.

 ગુજરાતમાં કોરોનાનો કેર ઘટતાં શૈક્ષણિક કાર્ય ક્રમશઃ અનલોક થઇ રહ્યું છે. ત્યારે હવે આજથી રાજયની તમામ કોલેજોમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ થશે.

અન્ય ધોરણના વર્ગોની જેમ કોલેજના વિદ્યાર્થીઓએ પણ કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. કોલેજમાં કલાસરૂમમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે સેફ સોશિયલડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ. સ્ટેગર્ડમેનરમાં ગોઠવવાની રહેશે.

બીજી તરફ આજથી હોસ્ટેલ પણ શરૂ થવા જઇ રહી છે. હોસ્ટેલ માટે જાહેર થયેલી એસઓપીમાં જણાવ્યા મુજબ હોસ્ટેલમાં એક રૂમમાં બેથી વધુ વિદ્યાર્થીઓને સાથે રહેવાની મંજૂરી આપવામાં નહીં આવે,એટલું જ નહિ કોવિડ-૧૯ના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીને કોઇ પણ સંજોગોમાં હોસ્ટેલમાં પ્રવેશ કે રહેવાની મંજૂરી આપવામાં આવશે નહી.

(1:29 pm IST)