Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ગુજરાતના ૩૭ યુવાનોનો સંપર્ક નથી ર: જામનગરના ૨ યુવાનો પણ ફસાયા

રાજકોટ તા. ૮ : ઉત્તરાખંડ ગયેલા રાજયના ૩૭ યુવાનો સંપર્કવિહોણા છે. જામનગરના ૨ યુવાનો ઉતરાખંડ હોનારતમાં ફસાયા છે. અલગ અલગ ટ્રેકિંગ કેમ્પમાં સહભાગી બનેલા યુવાનો સંપર્કવિહોણા થયા છે.

રાજદીપ જાની નામનો યુવાન સંપર્કવિહોણો થયો છે. રાજદીપ કેમ્પ સાથે ૭ તારીખે સવારે ૭ વાગ્યે દહેરાદુનથી કેદારનાથ જતા હતા. યુવાનની સાથે રાજયના અન્ય ૧૦ થી ૧૨ યુવાનો પણ છે આ તમામ યુવાનો ગઈકાલથી સંપર્કવિહોણા થતાં પરિવારજનોમાં ફફડાટ વ્યાપ્પો હોવાનું વીટીવીનો હેવાલ જણાવે છે.

રેસ્કયુ ઓપરેશનમાં જોડાયેલી ITBPની ટીમ મુજબ એક સુરંગમાં અંદાજે ૩૦ લોકો ફસાયેલા છે. ૩૦૦ જવાનો ટનલ સાફ કરવામાં લાગ્યાં છે. મુખ્યમંત્રીના જણાવ્યાં મુજબ અંદાજે ૨૦૩ લોકો લાપતા છે.

SDRFના જણાવ્યાં મુજબ અલકનંદનું જળસ્તર વધી રહ્યું છે.  ટનલવાળા વિસ્તારમાં જયાં ઢૌલી ગંગા મળે છે ત્યાં જળસ્તર વધ્યું છે. ચમોલી પોલીસ દ્વારા નદીના આસપાસ વિસ્તારોમાં રહેતા લોકોને અલર્ટ કરવામાં આવ્યાં છે.

આ જળપ્રલયથી નદી પર બનાવાયેલા ૧૩ મેગાવોટના ઋષિગંગા જળ વિદ્યુત પરિયોજના સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ. જયારે NTPCની તપોવનમાં ૫૦૦ મેગાવોટની નિર્માણાધીન તપોવણ-વિષ્ણુગાડ જળ વિદ્યુત પરિયોજનાને પણ ભારે નુકસાન થયું છે. બન્ને પરિયોજનામાં કામ કરતા ૧૫૫થી વધુ શ્રમિક અને સ્થાનિક લોકો મળી ૨૦૩ ગુમ થયાની આશંકા છે.

(1:30 pm IST)