Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ભરૂચમાં પ્રવીણ તોગડિયાની પાર્ટી ચૂંટણી મેદાનમાં:પાલિકાની તમામ બેઠકો પર ઉભા રાખશે ઉમેદવારો તમામ 11 વોર્ડ માં હિન્દૂસ્થાન નિર્માળ દળનાં ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવશે

ભરૂચ: ભરૂચ  સ્થાનિક સ્વરાજની ચૂંટણી હેઠળ હિન્દૂસ્થાન નિર્માળ દળ દ્વારા આગામી નગરપાલિકાની ચૂંટણીઓમાં ઝંપલાવશે, તમામ 11 વોર્ડ માં હિન્દૂસ્થાન નિર્માળ દળનાં ઉમેદવારો ઉભા રાખવાં અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ આગામી દિવસોમાં ભરૂચ નગર પાલિકાની ચૂંટણી યોજવવા જઈ રહી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી જંગમાં ઝંપલાવી રહ્યા છે તેવામાં ભરૂચ નગરપાલિકાનાં તમામ 11 વોર્ડ ની 44 બેઠકો ઉપર હિન્દૂસ્થાન નિર્માણ દળ દ્વારા પોતાના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત એક પત્રકાર પરિષદ યોજી કરવામાં આવી હતી, તેમજ તેઓના દ્વારા આગામી ચૂંટણીને લઈ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના દરેક વોર્ડની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 22 જેટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી ઢંઢેરો (મેનીફેસટો) જાહેર કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્તાન નિર્માણ દળ આગામી ચૂંટણીમાં જીતીને આવશે તો આ તમામ 22 જેટલા મુદ્દાઓને પ્રથમ પ્રાથમિકતા આપી તેને પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું, આ પ્રસંગે હિન્દૂસ્થાન નિર્માણ દળના ધવલ કનોજીયા, રાજેશ પંડિત, સેજલ દેસાઈ સહિત પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(1:59 pm IST)