Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

માત્ર આ ચૂંટણી પૂરતો નથી આવ્યો : અમારો પક્ષ ગુજરાતમાં સતત સક્રિય રહેશે

સંઘ અને ભાજપથી કોંગ્રેસ ડરે છે : અમારી પુત્રની રોકાશે નહિ : ઓવૈસી

અમદાવાદ તા. ૮ : ગઇકાલે શ્રી ઓવૈસીના AIMIM પક્ષની જનસભાનું આયોજન કરાયું હતુ જેમાં પ્રમુખ ઔવેસીએ આગઝરતું ભાષણ આપ્યું હતુ. આ સભામાં શ્રી અસદુદ્દીન ઔવેસીએ ગુજરાતમાં ધર્મની રાજનીતિ અંગે ૨૦૦૨ની સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યુ કે હું ૨૦૦૨માં ગુજરાત આવ્યો હતો. મારી આ રાજકીય સફર એક ચૂંટણી પુરતી નથી. અમારો પક્ષ ગુજરાતમાં કાયમ સક્રિય રહેશે. કોઇ ભેદ વિના મજબૂર લોકો માટે અમે કામ કરીશું. કોંગ્રેસ સંઘ અને મોદીથી ડરે છે.

શ્રી ઓવૈસીના પ્રવચનના અંશો

કોંગ્રેસ મજબૂત હોત તો હૈદરાબાદથી મારે અહીં ન આવવું પડ્યું હોત. મને ગમે તેટલી ગાળો આપો પણ મારી પ્રગતિ રોકી શકો નહીં. કોંગ્રેસ હાર્યા બાદ અમારા પર આક્ષેપ લગાવે છે. તેમજ અશાંત ધારો બંધારણ વિરુદ્વ છે તેમ જણાવ્યુ હતું. મુસ્લીમ અને દલિત વિસ્તારમાં પાણી પણ આવતું નથી. ગુજરાતમાં માત્ર ૨૬ ટકા મુસ્લિમો મેટ્રિક કરેલ છે. ખેડૂતો અઢી મહિનાથી આંદોલન કરી રહ્યા છે. અમે ખેડૂતોની સાથે છીએ. કૃષિ કાયદા રાજય સરકાર હસ્તક હોય છે. ત્રણેય કાયદાઓ બંધારણ વિરૂધ્ધ છે.

(3:25 pm IST)