Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

હવે ઠંડીને કહો બાય....બાય... સવારના અને દિવસના તાપમાનમાં ક્રમશઃ વધારો થવા લાગશે

વ્હેલી સવારે, રાત્રે ઠંડીનો અને દિવસે ગરમીનો અનુભવ થશે

રાજકોટઃ ગુજરાતીઓને કડકડતી ઠંડીમાંથી ધીરે ધીરે હવે રાહત મળવાના એંધાણ હવામાન વિભાગે આપી દીધા છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે, ૨૪ કલાક સુધી લદ્યુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ સમગ્ર રાજયમાં ઠંડીમાં ઘટાડો થશે. રાજયમાં લદ્યુત્ત્।મ તાપમાન વધતું જશે અને ઠંડી ઘટતી રહેશે.

 રાજયમાં ઠંડીનું પ્રમાણ ઘટવા છતાં આગામી ચારેક દિવસ લદ્યુતમ તાપમાનમાં એકાદ-બે ડીગ્રી સેલ્શ્યસનો ઘટાડો થવાની શકયતા છે. જો કે દિવસનું ઉષ્ણતામાન બેથી ચાર ડીગ્રી સેલ્શ્યસ વધીને ૩૨થી ૩૫ ડીગ્રી સેલ્શ્યસ સુધી પહોંચી જવાથી રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થવાની શકયતા છે. આગામી ગુરૂવાર પછી રાત્રીના તાપમાનમાં પણ વધારો થવાની અને ઠંડી ઘટવાની આગાહી કરવામાં આવી છે. 

(4:35 pm IST)