Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ગુજરાત છે મક્કમ : ભાજપ સાથે અડીખમ

કમલમ ખાતે ચૂંટણી માટે સી.આર.પાટીલે થીમ સોંગ રીલીઝ કર્યું

રાજકોટ : સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પક્ષ તરફથી પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલે પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ' ખાતેથી વીડિયો થીમ - સોંગ આજે લોન્‍ચ કર્યું છે. શબ્‍દો પણ લોકજીભે ચડી જાય તેવા છે ‘ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ...' 

આ સાથે જ હવે ભાજપ કાર્યકરો - નેતાઓ પૂરજોશથી પ્રચારમાં લાગી ગયા છે. કોંગ્રેસ અને આપ તથા એનસીપી પણ જબ્‍બર તૈયારીઓ સાથે મેદાનમાં આવી ગયેલ છે.

શબ્‍દો શરૂ થાય છે ‘શહેરમાં ગામમાં, હે ગામમાં, શહેરમાં, ઉઠી ભાજપની લહેર ગામ શહેરમાં રે,ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ...' બધા સોશ્‍યલ મિડીયા પ્‍લેટફોર્મ ઉપર ભાજપનું આ થીમ સોંગ ગાજવા લાગ્‍યું છે.

(4:42 pm IST)