Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

અમદાવાદ મનપાની ચૂંટણીમાં અડધાથી વધુ ફોર્મ અમાન્ય

48 વોર્ડની 192 બેઠક માટે 1704 ફોર્મ ભરાયા: 889 ઉમેદવારી પત્રો ચકાસણી દરમિયાન અમાન્ય ઠર્યા

 

ગાંધીનગર: અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192 બેઠકો માટે 1704 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ ફોર્મની આજે ચકાસણી દરમિયાન 889 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. જયારે 815 ફોર્મ માન્ય રહ્યા હતા. આવતીકાલે તા.9મી ફ્રેબુઆરીના રોજ ઉમેદવારી પત્ર પાછાં ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યારબાદ કેટલાં ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે તે ચિત્ર સ્પષ્ટ થશે. ટકાવારીની દ્રષ્ટિએ 50 ટકાથી વધુ ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા હતા

અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર તથા ભાવનગરની આગામી તા. 21મી ફ્રેબુઆરીના રોજ ચુંટણી યોજાવાની છે. આ ચુંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 6ઠ્ઠી ફ્રેબુઆરી રાખવામાં આવી હતી. જેમાં અમદાવાદ મહાનગરપાલિકાની 48 વોર્ડની 192 બેઠકો માટે કુલ 1704 ફોર્મ ભર્યા હતા. જેમાં 1252 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ ઉમેદવારી પત્રોની આજે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તેની ચકાસણી દરમિયાન 889 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા હતા. જયારે 815 ફોર્મ માન્ય રહ્યા હતા.

આ ચૂંટણી માટે 1લી ફ્રેબુઆરીથી ઉમેદવારી પત્રો ભરવાનું શરુ કરાયું હતું. પરંતુ પ્રથમ ફોર્મ 2/2/21ના રોજ ભરાયું હતું. જયારે 3જી તારીખે 7 અને 4 તારીખે 48 ફોર્મ ભરાયા હતા. તો 5મી ફ્રેબુઆરીના રોજ 381 ફોર્મ ભરાયા હતા. જયારે છેલ્લી તારીખ 6ઠ્ઠી ફ્રેબુઆરીના રોજ સૌથી વધુ 1267 ઉમેદવારી પત્રો ભરાયા હતા. આમ સરવાળે 1લીથી 6ઠ્ઠી તારીખ સુધીમાં કુલ 1252 ઉમેદવારોએ 1704 ફોર્મ ભર્યા હતા. એટલે કે કેટલાંક ઉમેદવારોએ એક કરતાં વધુ ઉમેદવારી પત્રો ભર્યા હતા.

વોર્ડ વાઇઝ સ્થિતિ મુજબ વોર્ડ ન. 1માં 25 ફોર્મ ભરાયા હતા. તેમાંથી 13 અમાન્ય ઠર્યા છે. તે જ રીતે વોર્ડ ન.2માં 27 ફોર્મમાંથી 14 અમાન્ય, વોર્ડ નં. 3માં 36માંથી 16, વોર્ડ નં.4માં 30માંથી 15, વોર્ડ ન. 5માં 28માંથી 14, વોર્ડ નં.6માં 37માંથી 24 અને વોર્ડ નં. 7માં 29માંથી 16, વોર્ડ નં. 8માં 27માંથી 14, વોર્ડ નં.9માં 26માંથી 15, વોર્ડ નં. 10માં 36માંથી 19, વોર્ડ નં.11માં 45માંથી 24, વોર્ડ નં. 12માં 42માંથી 22, વોર્ડ નં. 13માં 42માંથી 19, વોર્ડ નં. 14માંથી 37માંથી 18, વોર્ડ નં. 15માં 48માંથી 27, વોર્ડ નં.16માં ભરાયેલા 43 ફોર્મમાંથી 26, વોર્ડ નં. 17માં 45માંથી 24, વોર્ડ નં.18માં 39માંથી 28 અને વોર્ડ નં. 19માંથી 18માંથી 9, વોર્ડ નં. 20માં 22માંથી 10, વોર્ડ નં. 21માં 35માંથી 13 અને વોર્ડ નં. 22માંથી 51માંથી 34, વોર્ડ નં. 23માં 29માંથી 17, વોર્ડ નં. 24માં 33માંથી 19, વોર્ડ નં. 25માં 29માંથી 16, વોર્ડ નં. 26માંથી 40માંથી 14, વોર્ડ નં. 27માં 34માંથી 14, વોર્ડ નં. 28માં 28માંથી 10, વોર્ડ નં. 29માં 38માંથી 19, વોર્ડ નં. 30માં 41માંથી 27, વોર્ડ નં. 31માં 43માંથી 27, વોર્ડ નં. 32માં 28માંથી 19, વોર્ડ નં. 33માં 35માંથી 17, વોર્ડ નં. 34માં 39માંથી 15, વોર્ડ નં. 35માં 46માંથી 22, વોર્ડ નં. 36માં 37માંથી 17 અને વોર્ડ નં. 37માં 20માંથી 8 તેમ જ વોર્ડ નં. 38માં 47માંથી 19. વોર્ડ નં. 39માં 30માંથી 7, વોર્ડ નં. 40માં 35માંથી 23, વોર્ડ નં. 41માં 38માંથી 25. વોર્ડ નં. 42માં 49માંથી 35, વોર્ડ નં. 43માં 24માંથી 4, વોર્ડ નં. 44માં 23માંથી 1, વોર્ડમાં 45માંથી 29માંથી 17. વોર્ડ નં. 46માં 33માંથી 15, વોર્ડ નં. 47માં 40માંથી 19 અને વોર્ડ નં. 48માં 68માંથી 49 ફોર્મ અમાન્ય ઠર્યા હતા

(12:15 am IST)