Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

રાજ્ય સરકાર ભગવાનનો ડર રાખે કોરોના કેસના અને મોતના આંકડા છુપાવવાનું બંધ કરે : બાબરા કોંગ્રેસ અગ્રણી નિલેશ કુંભાણી

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા. ૮ : સમગ્ર દેશમાં અને ગુજરાતમાં કોરોના મહામારીનો હાહાકાર મચાવ્યો લોકો આ મહામારીથી બચવા મથામણ કરી રહ્યા છે દીન પ્રતિ દીન મહામારી વધતી જાય છે આ મહામારી સામે લોકો લાચાર બન્યા છે અંધુરામાં પુરી પાડે તો ભાજપ સરકાર પોતાની સતા સાચવવા માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર કોરોના કેસના આંકડા ખોટાં બતાવે છે અને મોતના આંકડા પણ ખોટા બતાવે છે ચુંટણી સમયે કોરોના ગાયબ થઇ ગયો હતો ચુંટણી પુરી થય એટલે ફરી કેસ ચાલુ થયા છે.

ભાજપ સરકારના પાપે ફરીથી કોરોનાએ મોતનું તાંડવ ઉભું કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો રસીકરણ કેમ્પના નામે મોટી સંખ્યામાં એકઠા થાય છે ગુજરાત માં મોટા ભાગે ભાજપના પાપે કોરોના ફેલાયો છે. દેશના પાંચ રાજયોની ચૂંટણી પુરી થયા બાદ વધુ કેસો બહાર આવશે ભારતીય જનતા પાર્ટીએ સતાની લાલચમાં ચુંટણીઓ યોજીને દેશની હાલત ગંભીર કરી દીધી છે. દેશ વૈજ્ઞાનિકોએ બનાવેલ વેકિસન પુરતુ કામ નથી આપતી વેકિસન લેવા છતાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે કોરોના કેસ સરકારી આંકડા કરતા ત્રણ ગણાં વધુ આવી રહીયા છે અને મોતના આંકડા પણ ખોટા બતાવવામાં આવે છે રાત્રીના કર્ફયુ નાખીને લોકોને વધુ મુશ્કેલીમાં મુકીયા છે.

દીવસે અર્ધા દીવસનો કર્ફયુ મુકવો જોઈએ બપોરે ૩ વાગ્યાથી સવારે છ વાગ્યાથી જેથી કરીને કોરોનાની ચેનને રોકી શકાય સરકારની બેદરકારીના કારણે રાજય માં કોરોના મહામારી વધુ વિકરાળ બની છે કોંગ્રેસના અગ્રણી નિલેશભાઈ કુંભાણીએ સરકારને ભગવાનનો ડર રાખવાનું કહ્યું હતું મોતના આંકડા ખોટાં કેસ બતાવાનુ બંધ કરો ઉપર વાળો માફ નહીં કરે.

(10:13 am IST)