Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

"ભક્ત નિષ્કામ કિનારે બેઠો હોય ત્યારે ભગવાને માગવું પડે છે."*-પ્રફુલભાઈ શુક્લ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :સકામ અને નિષ્કામ ભક્તિના બે કિનારા છે, ભક્તિ જ્યારે નિષ્કામ કિનારે બેઠો હોય ત્યારે ભગવાને આવીને એની પાસે માગવું પડે છે."રામભક્તિ જહાઁ સુર સરિ ધારા .." ઉપરોક્ત શબ્દો આજે મેવાડા બ્રાહ્મણસમાજ દ્વારા સંચાલીત ઍકલિંગજી ચેરીટેબલ ટ્રસ્ટના મુખ્ય યજમાન પદે યોજાયેલી કથાકાર પ્રફુલભાઈ શુકલની ફેસબુક ઓનલાઈન રામકથામાં ઉચ્ચાર્યા હતા.

 આજના દૈનિક યજમાન કૌશિકભાઈ નાનુભાઈ ટંડેલ (ભાગડાવાડા ,કોસંબા) દ્વારા ટેલીફોનિક સંકલ્પ લઈને પૂજા કરવામાં આવી હતી.પ્રો.ભાર્ગવ દવે દ્વારા કેવટ રામને હું તમારા મર્મ જાણું છું એમ શું કામ કહે છે ?  પ્રશ્ન પુછાયો હતો.એના ઉત્તરમાં પ્રફુલભાઈ શુક્લ એ કેવટની સવિસ્તાર કથાનું વર્ણન કર્યું હતું આવતીકાલે કથામાં ભરત મિલાપની કથાનું વર્ણન કરવામાં આવશે.

(12:06 pm IST)