Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

ભાજપ ના લીધે ગુજરાત માં બેરોજગારી નો ગ્રાફ ઊંચો ચડ્યો : ભાજપના શાસનમાં 4 લાખ થી એ વધુ શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગારો : જો ગુજરાત માં આમ આદમી પાર્ટી આવશે તો બેરોજગારી થી લઈને સંપૂર્ણ સમસ્યાઓ નું નિવારણ અને બદલાવ નિશ્ચિત છે :

આ વર્ષે તલાટી ની અરજી માટે અત્યાર સુધીનો રેકોર્ડ તૂટ્યો. તલાટી ની 3400 જગ્યા માટે 17 લાખ ઉમેદવારો એ અરજી મૂકી છે : ભાજપ સરકારે છેલ્લા 2 વર્ષમાં માત્ર 1278 યુવાનોને સરકારી નોકરી આપી છે : ઈસુદાન ગઢવી

ભાજપ ના રાજ માં બેરોજગારી ની સમસ્યા ઓ સુધરવાને બદલે વધારે ખરાબ થઈ ગઈ છે : પાછલા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ ની સરકાર છે પણ આજ સુધી રોજગાર બાબતે કોઈ જ સકારાત્મક બદલાવ જોવામાં આવ્યો નથી :  આમ આદમી પાર્ટી ગુજરાત ના પ્રદેશ નેતાનો આક્ર

આમ આદમી પાર્ટી ગુજરાત ના પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી એ ગુજરાત માં દિવસે-દિવસે વધી રહેલી બેરોજગારી ના મુદ્દા પર પોતાની ટિપ્પણી કરતા કહ્યું કે, ગુજરાતમાં બેરોજગારી નો ગ્રાફ ઊંચો જ જતો જાય છે. પાછલા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ ની સરકાર છે પણ આજ સુધી રોજગાર બાબતે કોઈ જ સકારાત્મક બદલાવ જોવામાં આવ્યો નથી. ભાજપ ના રાજ માં બેરોજગારી ની સમસ્યા ઓ સુધરવાને બદલે વધારે ખરાબ થઈ ગઈ છે.

શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગારો ની સંખ્યા માં પાછલા 27 વર્ષથી સતત વધારો જ થઇ રહ્યો છે. ચૂંટણી વખતે ભાજપ સરકાર બસ વાયદા જ કરે છે પણ જયારે જનતા માટે કઈ કરવાનો સમય આવે ત્યારે તે ગાયબ થઈ જાય છે. આ ભ્રષ્ટાચારી અને મતલબી ભાજપ સરકાર ને, ના તો પહેલા યુવાનો ના ભવિષ્ય ની ચિંતા હતી કે ના આજે છે. ગુજરાતના યુવા ભાજપા શાસનમાં ગુજરાત માં પોતાનું ભવિષ્ય સલામત નથી સમજતા.

જુલાઈ મહિના માં યોજનારી તલાટી ની પરીક્ષા વિશે જણાવતા ઈસુદાન ગઢવી એ આગળ કહ્યું કે, દરેક યુવાન ને પોતાના રાજ્યમાં સરકારી નોકરી લેવાનું સપનું હોય છે પરંતુ ગુજરાત માં ભાજપ ના લીધે દર વર્ષે લાખો યુવાનો ના સપના તૂટી જાય છે. આ વર્ષે તલાટી ની અરજી માટે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ બન્યો છે. તલાટી ની 3400 જગ્યા માટે 17 લાખ ઉમેદવારો એ અરજી મૂકી છે. જે ગુજરાત ની બેકારી નું સ્પષ્ટ ચિત્રણ છે. ભાજપ સરકાર પહેલા પણ બેરોજગારી ના મુદ્દા પર હાથ ઉપર કરીને બેસી રહી હતી અને આજે પણ ગુજરાત માં એજ સ્થિતિ છે.

આજદિન સુધી ગુજરાત માં બેરોજગારી ની એવી દશા છે કે તલાટી કમ મંત્રી ની નોકરી મેળવવા માટે લાખો યુવાનો તૈયાર થયા છે. ગ્રેજ્યુએટ, ડબલ-ગ્રેજ્યુએટ જ નહિ ડિપ્લોમા-ડિગ્રીધારી યુવાનો એ પણ તલાટી માટે અરજી કરી છે. આ ફક્ત બેરોજગારી નથી શિક્ષિત બેરોજગારી છે. જે દેશના ભવિષ્ય માટે વધારે ખતરનાક છે. જનતા સરકાર પાસે આશા નહિ રાખે તો કોની પાસે રાખશે ? પણ ભાજપ સરકાર તે વાત સમજવા તૈયાર નથી. ભાજપ ને તો માત્ર ગુંડાગીરી ને ભ્રષ્ટાચાર જ આવડે. દેશનું ભવિષ્ય ઘડવા વાળા યુવાનો નું ભવિષ્ય કેટલું પાણી માં છે તેનાથી ભાજપ સરકાર ને કંઈ જ લેવા દેવા નથી. ભાજપને માત્ર ચૂંટણી જીતવા થી જ ફરક પડે છે.

અરજદારો ની સંખ્યા ના કારણે તલાટી ની પરીક્ષા પાછી ઠેલવાઈ તેની પૂર્ણ સંભાવના છે. પણ તેમના રાજ્ય માં શું ચાલી રહ્યું છે તેનાથી ભાજપને કોઈ ફરક પડતો નથી. ખુદ સરકારે ગુજરાત વિધાનસભા માં એ વાત સ્વીકારી છે કે છેલ્લા 2 વર્ષ માં ફક્ત 1278 યુવાઓ એ સરકારી નોકરી મેળવી છે અને આજની તારીખ માં ગુજરાત માં 3,46,436 શિક્ષિત અને 17,816 અર્ધ શિક્ષિત બેરોજગારો છે.

ઈસુદાન ગઢવી એ આગળ ગુજરાત ની જનતા ને વિનંતી કરતા કહ્યું કે, ગુજરાત ની જાણતા એક વાર નિશ્ચય કરી લે તો આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ને ચૂંટીને ભાજપ સરકાર ને સબક શીખવાડી તે ગુજરાત નું ભવિષ્ય બચાવી શકે છે. આમ આદમી પાર્ટી કટ્ટર દેશભક્ત અને ઈમાનદારો ની પાર્ટી છે. આમ આદમી પાર્ટી માં ભણેલા-ગણેલા શિક્ષિત લોકો છે એટલે અમને શિક્ષા નું મહત્વ ખબર છે. આમ આદમી પાર્ટી એ જનતા માટે કરેલા કામ નું પ્રમાણ આખો દેશ દિલ્હી માં જોઈ જ શકે છે. એટલે જો ગુજરાત માં આમ આદમી પાર્ટી આવશે તો બેરોજગારી થી લઈને સંપૂર્ણ સમસ્યાઓ નું નિવારણ અને બદલાવ નિશ્ચિત છે.

(10:16 pm IST)