Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

લુણાવાડામાં શામણા પાઇપલાઇનમાં લીકેજ : હજારો લીટર પાણીનો વેડફાટ

પાઇપલાઇનમાં ભંગાણ પડતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા

મહીસાગરમાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે.. લુણાવાડામાં રામ પટેલના મુવાડા વિસ્તારમાં શામણા પાઇપલાઇનમાં લીકેજ સર્જાયુ હતું.. જેને પગલે હજારો લિટર પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું..જે શામણા પંપિંગ સ્ટેશનથી સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ભરવામાં આવે છે તેની જ પાઇપલાઇનમાં લીકેજ થતા તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. જેમાં ભરઉનાળે લોકો અવારનવાર પાણીની તંગી સામે ઝઝૂમતા હોય ત્યારે આ રીતે પાઇપલાઇનમાં ભંગાણ પડતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

(11:27 pm IST)