Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

કોરોનાએ ઝડપ પકડી: અમદાવાદમાં નવા 44 કેસ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 72 નવા કેસ નોંધાયા:વધુ 53 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,944: કુલ 12,14.280 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 43.858 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 363 કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 72 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 53 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.14.280 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.944 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.08 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 43.858  લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.02,80.999 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 363 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી અને અને 363 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 72 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 44 કેસ,વડોદરા કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં 7-7 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 3 કેસ, વલસાડ અને અરવલ્લીમાં 2-2 કેસ,આણંદ ,બનાસકાંઠા,ગાંધીનગર કોર્પોરેશન,ગીર સોમનાથ, મહેસાણા,રાજકોટ અને સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયો છે 

(7:49 pm IST)