Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

પત્નીનું માથું ધડથી અલગ કરીને મોતને ઘાટ ઉતારી ફરાર થયેલ આરોપીને અમદાવાદથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

સાણંદમાં પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી ક્રૂરતાથી હત્યા કરનાર પતિ હિતેશ ઉર્ફે ચકો ગોહિલને ક્રાઇમ બ્રાંચે ઝડપ્યો :મૃતક પત્ની પૂર્વ પતિ સાથે વાતચીત કરતી હોવાથી હત્યારા પતિએ ઝઘડો કરી પત્નીને મારી નાખી

અમદાવાદ જિલ્લાના સાણંદમાં પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી પત્નીની ક્રૂરતાથી હત્યા કરનાર હત્યારા પતિને ક્રાઇમ બ્રાંચે  ઝડપી લીધો છે. જેમાં મૃતક પત્ની પૂર્વ પતિ સાથે વાતચીત કરતી હોવાથી હત્યારા પતિએ ઝઘડો કરી પત્નીનું માથું ધડથી અલગ કરીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. આ હત્યા કર્યા બાદ નાસતો ફરતો હત્યારો પતિને અમદાવાદ માંથી ક્રાઇમ બ્રાંચે પકડી સાણંદ પોલીસને સોંપ્યો છે.

ક્રાઇમ બ્રાંચે ઝડપેલા આરોપી હિતેશ ઉર્ફે ચકો ગોહિલ કે જેણે પોતાની જ પત્નીની ઘાતકી હત્યા કરી નાખી હતી.પત્ની પર ચારિત્ર્યની શંકા રાખીને પત્નીનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. જેમાં લગ્નના થોડા જ મહિના થયા હતા ત્યારે પતિ અને તેની પત્ની હંસા સાણંદ જીઆઇડીસી વિસ્તારમાં રહેવા માટે આવ્યા હતા.. પરંતુ આ લગ્નજીવન ખૂબ જ ટૂંકા ગાળાનું હશે તેવો પત્નીને પણ સપનામાં પણ ખ્યાલ નહોતો . જેમાં પત્ની ભૂતપૂર્વ પતિ સાથે વાતચીત કરતી હોવાથી શંકાના આધારે આરોપી પતિ હિતેશ ઉર્ફે ચકા પોતાના જ ઘરમાં તેની પત્નીને મોતને ઘાટ ઉતારી નાંખી હતી.

 મળતી માહિતી મુજબ હત્યારો પતિ હિતેશ ઉર્ફે ચકો પત્ની હત્યા કર્યા બાદ છેલ્લા છ મહિનાથી મુંબઈમાં સ્થાયી થયો હતો. જો કે 25 નવેમ્બર 2021માં પતિ હિતેશ પત્ની હંસા હત્યા કરી મુંબઈ ભાગી ગયો હતો.જે બાદ થોડા દિવસ સુરત રહેતો હતો પરંતુ થોડાક દિવસો અગાઉ જ શેલા પાસેના એક ફ્લેટમાં સિક્યોરિટી તરીકે કામકાજ માટે આવ્યો હતો અને આજ સમયે ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે અગાઉ સાણંદ વિસ્તારમાં હત્યા કરીને નાસી ગયેલો આરોપી હાલ સિક્યોરિટી તરીકે નોકરી કરી રહ્યો છે અને બાદમાં આરોપી હિતેશ ઉર્ફે ચકાની ધરપકડ કરી લેવામાં આવી છે.

જ્યારે પકડાયેલ આરોપી હિતેશની પુછપરછ કરતા કબૂલાત કર્યું કે પત્ની ચારિત્ર્ય પર શંકા જતા હત્યા કરવામાં આવી છે..સાથે જ હિતેશ ઉર્ફે ચકો વિરુદ્ધ 2 ચોરીના ગુના નોંધાઇ ચુક્યા છે.

(9:38 pm IST)