Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

સુરતમાં મધરાતે ફરી પોલીસ ઓપરેશનનો ધમધમાટ

ડ્રગ્‍સ, દારૂ, હથિયાર સોદાગરો અને રીઢા ગુનેગારો શોધવાનું સીપી અજયકુમાર તોમર, ડીસીપી હર્ષદ મહેતા ટીમનું અભિયાન આગળ વધી રહ્યું છે : છરીઓ સાથે નીકળેલ, દારૂના નશામાં વાહનો સાથે નીકળેલા ૩૦૭ લોકો સામે ગણત્રીની કલાકોમાં આકરા પગલાં: સોપો પડી ગયો

રાજકોટ,તા.૮: સુરત શહેરને ડ્રગ્‍સ મુકત બનાવવાના અભિયાનને લોકો દ્વારા અદ્દભુત પ્રતિસાદ મળવાના પગલે પગલે અસામાજિક તત્‍વો પર સૌરાષ્‍ટ્રની આગવી ઢબે સરભરા કરી જબરજસ્‍ત કન્‍ટ્રોલ કરવાના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા ચાલતા અભિયાનમાં હવે નાયબ પોલીસ કમિશ્નર હર્ષદ મહેતાએ લુખ્‍ખા તત્‍વોને પોલીસનો ડર હોવો જોઈએ તેવું દ્રઢ રીતે માનતા આ અધિકારીની સુરતમાં નિમણુંક થતાં જ પોલીસ કમિનરને પોતાની રણનીતિ આગળ વધારવાનું કાર્ય સરળ બની રહ્યું છે.
પોતાના વિસ્‍તારમાં જેલ બહારના ગુનેગારોની ચકાસણી અને તેમને બબ્‍બે ઓપરેશન દ્વારા ઝડપી પાડયા બાદ રાત્રીના સમયે આવા રીઢા ગુનેગારો, હથિયાર સોદાગરો, દારૂના સપ્‍લયારો સાથે નૂપુર શર્મા દ્વારા થયેલ કોમેન્‍ટ્‍સ બાદ હવે અલકાયદાની એન્‍ટ્રી થતાં અને ગુજરાતમાં હુમલાની ચીમકી પગલે સુરત પોલીસ કમિશ્નરના સૂચન પગલે વાહન ચેકીંગ કોમ્‍બીંગ હાથ ધરી માત્ર અઢી કલાકમાં ૩૦૭ વાહનો સામે કાર્યવાહી કરતા સપાટો બોલી ગયો હતો.
ડીસીપી હર્ષદ મહેતા જેવા કાબેલ ઓફિસરના નેતૃત્‍વમાં ‘જી' ડીવીઝન મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી ઝેડ.આર.દેસાઈ તથા અડાજણ પો.ઈન્‍સ.શ્રી એસ.જે. પંડયા,  રાંદેર પો.ઈન્‍સ.શ્રી પી.એલ.ચૌધરી, જહાંગીરપુરા પો.ઈન્‍સી.શ્રી પી.ડી.પરમાર તથા કુલ-૧૮ પો.સ.ઈ.શ્રી અને ૧૩૦ પોલીસ કર્મચારીશ્રીઓની અલગ અલગ ટીમો પાડી રીફલેકટર જેકેટ, બેટન, લાઠી સાથે અડાજણ, રાંદેર, જહાંગીરપુરા વિસ્‍તારના ૧૩થી વધુ નાકા પોઈન્‍ટ રાખી સઘન વાહન ચેકીંગ કોમ્‍બીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું.
સાથે સાથે આજ સમય ગાળામાં નાયબ પોલીસ કમિશ્નરશ્રી હર્ષદ મહેતાના નેતૃત્‍વમાં અડાજણ, રાંદેર તથા જહાંગીરપુરા સહિત સમગ્ર ઝોન-૪ વિસ્‍તારમાં આ મુજબ કામગીરી કરવામાં આવેલ હતી.
ઝોન-૪, વિસ્‍તારમાં કલાક (૧) નંબર પ્‍લેટ વગરના તથા ફોલ્‍ટી નંબર પ્‍લેટવાળા વાહનો વિરૂધ્‍ધ M.V.act  ક.૨૦૭ મુબજ- ૨૧૯,  (૨) દારૂ પીને વાહન  ચલાવનાર વિરૂધ્‍ધ MVact-185, (૩) બે ફિકરાઈથી ચલાવનાર (રેશ ડ્રાઈવીંગ- IPC-279)- ૦૩, (૪) છરી વિગેરે હથિયાર સાથે GP act-135 - ૦૭, દારૂ પીધેલા- ૧૩, કાળી ફિલ્‍મ (ડાર્ક ફિલ્‍મ)- ૧૧, ત્રણ સવારી- ૩૩, અલગ- અલગ હેડમાં M.V.act મુજબ દંડાત્‍મક કાર્યવાહી (કુલ દંડ-૫૬૦૦)- ૧૫ એમ કુલ ૩૦૭ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

 

(1:14 pm IST)