Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

અમદાવાદના નરોડા વિસ્તારમાં યુવકે માતા-પિતા સહીત ભાઈ પર હુમલો કરતા અરેરાટી મચી જવા પામી

અમદાવાદ: નવા નરોડામાં કર્ણાવતી સોસાયટીમાં યુવકે માતા-પિતા ,ભાઈ સહિત ચાર લોકો પર મંગળવારે હુમલો કર્યો હતો.માતાએ બાઈક ક્યાં મૂકી આવ્યો તેવો સવાલ કરતા યુવકે લાકડીથી માતા પર હુમલો કર્યો હતો. યુવકને રોકવા પિતા વચ્ચે પડ્યા આરોપીએ તેઓને બચકું ભરી મારમાર્યા તેમજ ભાઈ પર લાકડીથી હુમલો કર્યો હતો. સોસાયટીના લોકોએ વચ્ચે પડી યુવકને રોકતા આરોપીએ સોસાયટીમાંથી જતા જતા સ્થાનિક રહીશને પણ લાફો મારી દીધો હતો.બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નવા નરોડામાં રહેતા 53 વર્ષીય સુનિતાબહેન ટોમરે પોતાના પુત્ર સુરજસિંગ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ સૂરજ સોમવારે રાત્રે તેના મોટાભાઈનું બાઈક લઈને ઘરેથી નીકળ્યો હતો. સવારે 8 વાગ્યે ઘરે પરત ફરેલા સૂરજ પાસે બાઈક ન હતું. સુનીતાબહેને પુત્રને બાઈક વિશે પૂછતાં તેઘરમાં ઝઘડો કરતો હતો. સૂરજે અપશબ્દો બોલવાનું શરૂ કરતાં માતાએ રોક્યો હતો. આથી ઉશ્કેરાયેલા સૂરજે લાકડીથી ઘરના સભ્યો પર હુમલો કર્યો હતો. સોસાયટીના રહીશો વચ્ચે પડતા ઘરની બહાર નીકળેલા સૂરજે મંદિરથી પૂજા કરી ઘરે પરત ફરતા પાડોશીને પણ સૂરજે લાફો મારી દીધો હતો.

(5:30 pm IST)