Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

અમદાવાદમાં મંગળવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે 187 કરોડના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે

ખોખરા બ્રિજ, કાંકરિયા ટ્રેન, પરિમલ ગાર્ડન, નિકોલ ગાર્ડન, ચાંદખેડા વોટર ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટરનાં લોકાર્પણ થશે : કાંકરિયા ખાતેની અટલ એક્સપ્રેસ આવતીકાલથી ફરી દોડશે

અમદાવાદ તા.08 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ BJP દ્વારા પ્રચાર અને પ્રસારનાં શરૂ કરવામાં આવી રહ્યા છે. અને તેમાં પણ ખાસ કરીને મુખ્યમંત્રી દ્વારા વધુને વધુ લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. જેમાં 9 તારીખે મંગળવારના રોજ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 187 કરોડના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ ખાતમુહૂર્ત, લોકાર્પણ કરાશે. જેના લોકાર્પણ થવાના છે તેમાં ખોખરા બ્રિજ, કાંકરિયા ટ્રેન, પરિમલ ગાર્ડન, નિકોલ ગાર્ડન, ચાંદખેડા વોટર ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટર વગેરેનો સમાવેશ થાય છે.

અમદાવાદના કાંકરિયા તળાવ ફરતે દોડતી અટલ એક્સપ્રેસ સ્વર્ણિમ એક્સપ્રેસની મજા હવે ફરી માણી શકાશે. પાટા બદલવાની કામગીરી ચાલુ હોવાથી ટ્રેન મુલાકાતીઓ માટે બંધ હતી કામગીરી પૂર્ણ થતાં. તેના ટ્રાયલ લેવાઈ ગયા છે.

9 ઓગસ્ટનાં રોજ મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરતા ટ્રેન ફરી મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાશે. કાંકરિયાના વિવિધ આકર્ષણો છે. તેમાંનું એક અટલ અને સ્વર્ણિમ એક્સપ્રેસ છે. કાંકરિયાની ફરતે મુસાફરી કરાવતી આ ટ્રેન મુસાફરોને આકર્ષતી હતી, પરંતુ તેના પાટા ખરાબ થઈ જતા 14 માસનાં લાબા સમયથી બંધ હતી. મહત્વની વાત એ છે કે ટ્રેન ફરી ચાલુ થઈ જશે પણ પાટા કેટલા ટકશે તે પ્રશ્ન છે? જે પટા નાખવામાં આવ્યા છે તે રેલવે તંત્ર પાસેથી જુના પાટા લેવામાં આવ્યા છે. ૫૦ લાખનાં ખર્ચે જુના પાટા લેવામાં આવ્યા અને તેને નાખવા ત્રણ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

(9:08 pm IST)