Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

માછીમારોને અપાતી ડીઝલ સબસિડી હવે ઓનલાઇન ચૂકવાશે : મત્સ્યોદ્યોગને લઇને રાજ્ય સરકારનો નિર્ણય

હવે ડીઝલ સબસિડી માછીમારોના ખાતામાં સીધી જમા થશે. :રાજ્યના અંદાજે દસ હજાર માછીમાર પરિવારો ને સીધો કાયમી ફાયદો થશે.

અમદાવાદ :ડીઝલનો ભાવ વધતા સામાન્ય જનતા સાથે માછીમારી કરતાં માછીમારો પણ પરેશાન બન્યા હતા. તેમાયે સરકાર દ્વારા ચુકવવામાં આવતી ડીઝલ વેટ ની રકમનું ચુકવણું બાકી હતું. જેને લઇ માછીમારોને મોટું નુકશાન થઇ રહ્યું હતું. અને આ અંગે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાજ્યના મત્સ્ય ઉદ્યોગ અને માછીમારોને પ્રોત્સાહન આપવા માટે હવે થી માછીમારોને અપાતી ડીઝલ વેટની રકમ ઓનલાઈન ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હવે ડીઝલ સબસિડી માછીમારોના ખાતામાં સીધી જમા થશે. માછીમારો માટે સરકારનો સંવેદનશીલ-પારદર્શક નિર્ણય છે. અગાઉ આ બિલો મેન્યુઅલી ચૂકવાતા હતા. જેમા સમય વધુ બગડતો અને પૈસા મોડા મળતા સાથે સાથે ભ્રષ્ટાચાર પણ ફાલ્યો હતો.પરંતુ આ ઠરાવ ને લઇને રાજ્યના અંદાજે દસ હજાર માછીમાર પરિવારો ને સીધો કાયમી ફાયદો થશે.

(10:59 pm IST)