Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

અમદાવાદમાં રીયલ એસ્ટેટ ગ્રુપ ઉપર આઈટીનું મેગા સર્ચ ઓપરેશન

રાજકોટમાં આવકવેરા મેગા સર્ચ ઓપરેશનની સફળતા બાદ : દિપક ઠક્કર, યોગેશ પૂજારા, કે. મહેતા, નીલા ઈન્ફાસ્ટ્રકચર, ઓફીસ, નિવાસસ્થાન સહિત ૨૪ સ્થળોએ ઈન્વેસ્ટીગેશન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ, તા. ૮ : ૧૫ દિવસ પૂર્વે રાજકોટમાં આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી ૩૫૦ કરોડથી વધુ રકમની બિનહિસાબી વ્યવહારો ઝડપી પાડ્યા હતા. બાદ આજે વ્હેલી સવારથી અમદાવાદમાં રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ત્રણ મોટા ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદની ઈન્વેસ્ટીગેશન વીંગ દ્વારા અમદાવાદમાં આજે વ્હેલી સવારથી જમીન અને રીયલ એસ્ટેટ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા દિપક ઠક્કર અને યોગેશ પૂજારા (ઈસ્કોનના પ્રવિણભાઈ કોટક અને જયેશભાઈ કોટકના ભાણેજ), નીલા ઈન્ફાસ્ટ્રકચર, કે. મહેતા સહિતના ગ્રુપના ઓફીસ અને નિવાસસ્થાન મળી કુલ ૨૪થી વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં આવકવેરા વિભાગ દ્વારા આજે સવારે એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શહેરના ૬ લેન્ડ ડીલરો આઈટીની ઝપટે ચઢ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદના ૬ લેન્ડ ડીલરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં દિપક ઠક્કર, યોગેશ પુજારા અને કે.મહેતા ગ્રુપને ત્યાં ઓપરેશન હાથ ધરાયું હોવાનું બહાર આવ્યુ છે. એટલું જ નહીં, અમદાવાદના શહેરમાં ૨૪થી વધુ સ્થળે દરોડાની કામગીરી ચાલી રહી છે.

અમદાવાદમાં આજે આવકવેરા વિભાગ દ્વારા જે મેગા ઓપરેશન હાથ ધરાયું છે, તેમાં યોગેશ પુજારાને ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.  અમદાવાદમાં આવકવેરા વિભાગનું મેગા ઓપરેશનમાં લેન્ડ ડીલરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.  મનોજ, કિરણ, શૈલેષ, રાજેશ વડોદરિયા,નિલા સ્પેસ, વાસુભુતિ માર્કેટિંગ, વેદ ટેક્નોસર્વ, સમભાવ હાઉસમાં અશોક ભંડારી,  દિપક ઠક્કર અને યોગેશ પુજારા આઈટીની ઝપટે, કે.મહેતા ગ્રુપ પર પણ આવકવેરા વિભાગની તવાઈ, શહેરમાં ૨૪થી વધુ સ્થળે દરોડાની કામગીરી થઈ છે.

(11:41 am IST)