Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો : ડેન્ગ્યુના કેસ ગતવર્ષ કરતા ત્રણ ગણો ઉછાળો ચિક ગુનિયાના કેસ ડબલ

સાદા અને ઝેરી મેલેરિયાના કેસમાં પણ મોટો ઉછાળો નોંધાયો :હોસ્પિટલોમાં ડેન્ગ્યૂ, મેલેરિયાના અનેકગણા વધારે દર્દીઓ

અમદાવાદ :શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કરેલા આંકડા અનુસાર ડેન્ગ્યૂના કેસ ગત વર્ષની સરખામણીએ ત્રણ ગણા વધી ગયા છે. તો સાદા અને ઝેરી મેલેરિયાના કેસમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે, ચિકનગુનિયાના કેસ પણ ગત વર્ષના 196ની સરખામણીએ બે ગણા વધીને 412 થઈ ગયા છે.

  અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યૂ, મેલેરિયાના અનેકગણા વધારે દર્દીઓ દાખલ હોઈ શકે છે. અમદાવાદમાં રોગચાળા પર અંકુશ માટે નિમાયેલા અધિકારી ઓફિસ બહાર જતા જ નથી. ડેન્ગ્યૂની તપાસ માટે લેવાતા સેમ્પલની સંખ્યા પણ 2156થી ઘટીને 441 થઈ ગઈ છે.

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાના આંકડા

સાદો મેલેરિયા 489
ઝેરી મેલેરિયા 43
ડેન્ગ્યૂ 684
ચિકનગુનિયા 412

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાના આંકડા
ઝાડા-ઉલ્ટી 2355
કમળો 832
ટાઇફોઇડ 1322
કોલેરા 22

(11:11 am IST)