Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

વડોદરામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો બેફામ : SSG માં એક જ દિવસે 500થી વધુ દર્દીઓ નોંધાયા

ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા સાથે વાયરલ ઈન્ફેક્શનના કેસ વધતા ઓપીડીમાં ભારે ધસારો

વડોદરાના વિવિધ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. SSG હોસ્પિટલની OPDમાં એક જ દિવસમાં 500થી વધુ દર્દીઓએ સારવાર લીધી. જે પૈકીના સંખ્યાબંધ લોકોને દાખલ કરવા પડ્યા હોવાથી SSG હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ. SSG હોસ્પિટલના 285 બેડમાંથી 62 બેડ ખાલી હોવા છતાં 37 દર્દીઓને નીચે સુવડાવવામાં આવ્યા હતા.

ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા સાથે વાયરલ ઈન્ફેક્શનના કેસ વધતા ઓપીડીમાં ભારે ધસારો થયો. SSG હોસ્પિટલના ચોથા માળે યુનિટ સી પાસે કેટલાક બેડ ખાલી છે. પરંતુ તંત્રના અયોગ્ય આયોજનને કારણે લોકોને નીચે સુઈ જઈને સારવાર લેવી પડી રહી છે. SSG હોસ્પિટલના સુપરિન્ટેડન્ટે કહ્યું કે ડેન્ગ્યૂથી પાછલા મહિનામાં 5 લોકોનાં મોત થયા છે. ચોમાસામાં લોકોએ સ્વાસ્થયની જાળવણી કરવી જોઈએ તેવી પણ સુપરિન્ટેન્ડન્ટે અપીલ કરી.

વડોદરામાં વકર્યો રોગચાળો

ડેન્ગ્યુ
જુલાઈ 87 કેસ
ઓગસ્ટ 452 કેસ, 2 મોત
સપ્ટેમ્બર 161 કેસ

ચિકનગુનીયા
જુલાઈ 42 કેસ
ઓગસ્ટ 259 કેસ
સપ્ટેમ્બર 103 કેસ

મેલેરિયા
જુલાઈ 26 કેસ
ઓગસ્ટ 10 કેસ

(11:12 am IST)