Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

નવસારીમાં અવિરત વરસાદ : જૂજ અને કેલીયા ડેમ ભરાઈ ગયો : પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીનું જળસ્તર પણ વધ્યું

નવસારી અને તેની આસપાસના તાલુકાઓમાં ભારે વરસાદ: ખેડૂતોમાં ખુશીનો માહોલ

નવસારીમાં  ગઈકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જૂજ અને કેલિયા ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. નવસારી અને તેની આસપાસના તાલુકાઓમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદી, અંબિકા નદી અને કાવેરી નદીનું જળસ્તર વધ્યું છે.વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે

(12:49 pm IST)