Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

કિસાન સંઘનો નગારે ઘા : પોષણક્ષમ ભાવ મુદ્દે ધરણા-આવેદન

રાજય સરકાર સામે ભારે આક્રોશઃ સિંચાઇનુ પાણી, ડેમ તળીયા ઝાટક સહિતના મુદ્દે ભારે નારાજગી

રાજકોટ તા.૮ : ખેડુતોને પોષણક્ષમ ભાવ, સિંચાઇના પાણી સહિતના મુદ્દે કિસાન સંઘે નગારે ઘા કરીને આજે રાજયભરમાં ધરણા આવેદન સાથે કેન્દ્ર અને રાજય સરકાર સામે આક્રોશ ઠાલવ્યો છે.

આ વર્ષે ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ખેતીની પાકને નુકશાન પહોંચી રહ્યું છે. ડેમોમાં ઓછા વરસાદને લીધે પાણીની આવક નથી પરિણામે કેટલાય ડેમો તળિયાઝાટક બન્યા છે. સિંચાઇના પાણીના પોકાર ઉઠયા છે.

રાજયમાં અત્યારે ગુજરાતનાબ ખેડુતની દયનીય દશા છે કેમ કે મોઘાદાટ ખાતર, જંતુનાશક દવા, બિયારણ ઉપરાંત ખેત મજુરીનો ખર્ચ કર્યા બાદ જે ખેત ઉત્પાદન થાય તેના પોષણક્ષમ ભાવો જ મળતા નથી. બજારમાં ખેડુતોએ પડતર કિંમત કરતા ય ઓછા ભાવે અનાજ વેચવું પડે છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : આજે ઝાંસીની રાણી સર્કલ ખાતે ભારતીય સંઘના ધરણા પ્રદર્શન કરીને ખેડુતો પ્રશ્નોને વાંચા આપવા સરકાર સામે પ્રતીક ધરણા પ્રદર્શનને પછી આવેદનપત્ર કલેકટરશ્રી જુનાગઢ મારફતે દેશના વડાપ્રધાનને આપવામાં આવ્યું હતું. ખેડુતોને પોષણક્ષમ ભાવ ન મળવાથી આર્થિક મુશ્કેલીઓ વધી છે. તેમ જ બીજુ આવેદનપત્ર ગુજરાત સરકારને ખેડુતોના સ્થાનીક પ્રશ્નોને લઇ આપવામાં આવશે આવેદનપત્ર બપોરે કલકેટરશ્રીને પાઠવ્યું હતું.

(12:55 pm IST)