Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

આવ રે મેઘા અનરાધાર:રાજ્યના 207 ડેમ પૈકી 177માં 70 ટકાથી પણ ઓછુ પાણી !!

12 જળાશયોમાં 80 ટકા સુધી અને 9 ડેમમાં 90 ટકા સુધી પાણી

અમદાવાદ : ગુજરાતમાં સિઝનનો 50.84 ટકા વરસાદ થયો છે. જો કે રાજ્યના નર્મદા, જળસંપત્તિ વિભાગે 18 મોટા ડેમ પૈકી એક પણ ઉપર હાઈએલર્ટનું સિગ્નલ આપ્યુ નથી. જે આઠ ડેમને હાઈએલર્ટ જાહેર કર્યા છે તે નાની યોજનાઓ હેઠળના છે. કુલ 207 ડેમ પૈકી 177માં 70 ટકાથી પણ ઓછુ પાણી છે. જ્યારે 12 જળાશયોમાં 80 ટકા સુધી અને 9 ડેમમાં 90 ટકા સુધી પાણી છે.

(1:01 pm IST)