Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

સપ્ટેમ્બર માસના 10 દિવસમાં રાજ્યના 207 જળાશયોમાં પાંચ ટકા પાણી વધ્યું

બનાસકાંઠાના દાંતીવાડા અને શીપુ ડેમમાં ખાબોચિયા પણ સૂકાયા

સપ્ટેમ્બરના આરંભથી શરૂ થયેલા વરસાદથી 10 દિવસમાં ગુજરાતના 207 જળાશયોમાં પાંચ ટકા પાણી વધ્યું છે. જેમાં એક માત્ર નર્મદા આધારિત સરદાર સરોવર ડેમમાં જ પાણીનો જથ્થો 11.56 ટકા વધ્યો છે.

 બીજી તરફ ગુજરાતમાં 18 મોટા જળાશયોમાંથી બનાસકાંઠાના દાંતીવાડા અને શીપુ ડેમમાં ખાબોચિયા પણ સૂકાયા છે. આ બંને માટે પાણીનો સ્ત્રાવ ક્ષેત્ર રાજસ્થાન છે, જ્યાં પણ વરસાદ નથી. આથી, ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું વાવેતર ધરાવતા બનાસકાંઠામાં સરકારી સિંચાઈના અભાવે ખરીફ સિઝનનું આગોતરૂ વાવેતર લગભગ તબાહ થઈ ચૂક્યુ છે.

(1:02 pm IST)