Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

આનંદો:રાજ્યમાં અછતના એંધાણ વચ્ચે નર્મદા ડેમની સપાટીમાં એક મીટરનો નોંધપાત્ર વધારો

ઉપરવાસમાંથી 74846 ક્યુસેક પાણીની આવક: નર્મદા ડેમની સપાટી 118.41 મીટર થઈ

અમદાવાદ :  રાજ્યમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ હજુ પણ સીઝનનો સારો વરસાદ પડ્યો નથી, ત્યારે રાજ્યમાં દુષ્કાળના ડાકલા વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં 1 મીટરનો વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરવાસમાંથી 74846 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની સપાટી વધી છે. હાલ નર્મદા ડેમની સપાટી 118.41 મીટર થઈ છે. મધ્ય પ્રદેશના કેચમેંટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નર્મદા ડેમમાં હાલ 4690 MCM કુલ સ્ટોરેજ છે.

(1:03 pm IST)