Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના કેસ વકરતા હોસ્પિટલોમાં બેડ પણ ખૂટી પડ્યા

વડોદરામાં મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી : ઝાડા,ઉલ્ટી અને તાવના પણ ૧૦ હજારથી વધુ કેસ નોંધાયા

વડોદરા,તા.૮:  ગુજરાતમાં એક તરફ કોરોનાએ માઝા મુકી છે. લોકો પહેલાથી ત્રીજી લહેરના ભય વચ્ચે જીવી રહ્યા છે. ત્યારે આવા સમયે વડોદરા શહેરમાં મચ્છર જન્ય રોગચાળો ફેલાયો છે. જેના કારણે શહેરીજનોની ચીંતામાં વધારો થયો છે.

વડોદરામાં રોગચાળો એટલી હદે ફેલાયો છે કે હોસ્પિટલોમાં બેડ ખૂટી ગયા છે. દર્દીઓને બેડ ન મળતા તેમને જમીન પર સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા તાવ અને ઝાડા ઉલ્ટીના કેસ વધ્યા છે. જેના કારણે લોકોમાં ત્રીજી લહેરની સાથે સાથે આ મચ્છરજન્ય રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે.

વડોદરામાં ડેન્ગ્યુના ૭૭૮ તો તાવના ૪૩૧ જેટલા કેસ નોંધાયા છે. સાથેજ ચિકનગુનિયા કેસમાં પણ અહિયા ૯ જેટલા નોંધાયા છે. સાથેજ ઝાડાના પણ ૫૪થી વધારે કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ઝાડા ઉલ્ટી અને તાવના કુલ ૧૦,૧૩૬ જેટલા કેસ નોંધાયા છે. જેના કારણે શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બીજી તરફ વધતા જતા આ રોગચાળાને કારણે સ્વાસ્થ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે.

(3:16 pm IST)