Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

દાગીનાની ચોરીમાં સામેલ આરોપી મહિલા પકડાઇ

રાજકોટના જવેલર્સના વડોદરામાં થયેલ

અમદાવાદ, તા.૮: વડોદરામાં સોનીની કારનો કાચ તોડી ૨.૩૫ કરોડ ના સોનાના દાગીનાની ચોરી કરવાના આરોપમાં આરોપી રક્ષા તમઇએ (૨૬)ને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધેલ. આ મામલે રક્ષાના પતિ સન્ની સહીત પાંચ લોકોની પહેલા જ ધરપકડ થયેલ.

રાજકોટના વી.રસીકલાલ અને એચ. રસીકલાલ જવેલર્સવાળા વિપુલભાઇ ધકાણ ૧૮ જુને વડોદરાના છાણી નાકા પાસે ગંગોત્રી ચેમ્બર પાસે કાર પાર્ક કરેલ. ત્યારે આ આરોપીઓએ કારનો કાચ તોડી તેમાં રહેલા સોનાના દાગીના ચોરેલ. અમદાવાદમાં અમિત છારાની ૫૨૦ ગ્રામ સોના સાથે ધરપકડ થતા સમગ્ર ટોળકીનો ભેદ ખુલેલ.

(3:48 pm IST)