Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

કરોડોના હવાલાકાંડમાં ગુજરાતના પોણો ડઝન આંગડીયાઓ શંકાના પરિઘમાં

ગરીબોના નામે વિદેશથી હવાલાથી મેળવતા નાણાના ગેરકાયદે ઉપયોગની ચોંકાવનારી વિગતો ખુલ્લી છે , અકિલા સાથે વડોદરા પોલીસ કમિશનરની વાતચીત : વડોદરાના સલાઉદીન, ઉમર ગૌતમ દ્વારા દેશમાં એક હજારથી વધુ લોકોના ધર્માંતરણ થયાનો વડોદરા એસપી ક્રાઇમ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ સહિતના અધિકારીઓની પોલીસ કમિશનરની સીધી દોરવણી હેઠળની ખાસ તપાસ ટીમમાં રોજ નવા ધડાકા

 રાજકોટ તા. ૮,  સારા ઉદેશના નામે ચાલતા વડોદરાનાં આસ્મિ ટ્રસ્ટના સલાઉદીનને દુબઈ , બ્રિટન સહિત હવાલાથી મળતા નાણાઓનો ઉપયોગ ટ્રસ્ટના ઉદ્દેશથી વિરૂદ્ધ ધર્માંતર અને સરકાર વિરોધી સી. એ.જેવા દિલ્હીમાં ચાલેલ આંદોલનકારીઓને મદદ માટે વપરાય રહ્યાની ચોકાવનારી ઘટના માટે વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘ દ્વારા ખાસ ટીમની રચના કરેલ છે તેમાં ધડાકા જેવી વિગતો બહાર આવી હોવાનું અકિલા સાથેની વાતચીતમાં વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘ દ્વારા જણાવાયું છે.

હવાલાથી મળેલા પૈસામાંથી દેશની ૧૦૩ મસ્જીદોને રૂ.૭.૫૦ કરોડનું ફંડીંગ કરવામાં આવ્યું હતુ. જેમાંથી આસામમાં ૩ મસ્જિદ, ગુજરાતમાં ૮ મસ્જિદ, મહારાષ્ટ્રમાં ૪૫ મસ્જિદ, મધ્યપ્રદેશમાં ૧૭ મસ્જિદ અને રાજસ્થાનમાં ૩૦ મસ્જિદને ફંડિંગ કરવામાં આવ્યું હતું જેમાં યુકેના અબ્દુલ્લા ફેફડાવાળાએ આ પૈસા દુબઇના મુસ્તુફા શેખ મારફતે સલાઉદ્દીનને મોકલ્યા હોવાનું જણાયુ હતું પોલીસની એક ટીમ આ માટે મહારાષ્ટ્રમાં પણ તપાસ કરી રહી છે.

આંગડિયા પેઢીમાં પૈસા લેવા કોણ આવતું હતું

 પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે દુબઇથી મોકલાયેલા ૬૦ કરોડના ફંડમાં મુંબઇ અને વડોદરાના ૮ આંગડિયા દ્વારા પૈસા મોકલાયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે જેથી પોલીસ આંગડિયાની પુછપરછ કરી રહી છે. આ પૈસા કોના કહેવાથી મોકલાયા હતા અને કયારે કેટલી રકમ મોકલાઇ હતી તથા પૈસા લેવા કોણ જતું હતું તે સહિતના મુદ્દા પર તપાસ કરવામાં આવી રહી છે. ધુલીયામાં પણ રોકાણ કરાયેલ હોવાનું બહાર આવ્યું છે.

  . આ કામે ગુપ્ત ઇનપુટ તપાસ દરમ્યાન મળેલ મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ આધારે આ આફમી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સલ્લાઉદ્દીન જૈનુદ્દીન શેખે સને ર૦૧૭ થી આજદીન સુધીમાં દુબઈ ખાતે રહેતા મુસ્તફા સૈફ ઉર્ફે મુસ્તફા થાનાવાલા નામના વ્યકિત પાસેથી કમીશન એજન્ટ તરીકે કામ કરતા કાઇડ ઝોહર મહમદહુશેન સ્પીરીટવાલા (ધોલકાવાલા) મુળ રહે. મુબઇ હાલ રહે. દુબઈ નાઓએ દુબઇથી મુંબઈ ખાતે હવાલાથી રાહુલ ઉર્ફે ઇમરાન સોએબભાઇ ધોલકાવાલા રહે. મુંબઇનાઓને રૂ. ૬૦,૦૦,૦૦,૦૦૦/- જેટલી રોકડ રકમ મોકલેલ હોવાની હકીકત તપાસમા જણાઇ આવેલ છે.

 . જેમા વર્ષ ૨૦૧૯-૨૦માં વડોદરાનાં સલાઉદ્દિન શેખ, શાહનવાઝખાન પઠાણ તેમજ હાજી અબ્દુલા ફેફડાવાલા અને ઉમર ગૌતમ સહિતના લોકોએ વડોદરા ખાતે હોટલ શેફાયરમાં 'ફયામે ઈન્સાનિયત' નામના પ્રોગ્રામના નેજા હેઠળ એક મીટીંગનું આયોજન કરેલું અને જેમાં ધર્માતરણ અને ઈસ્લામને મજબૂત કરવા જરૂરી આર્થિક મદદ કરવા અનુરોધ કરેલ તેમજ સને ૨૦૨૦માં ઉમર ગૌતમ, સલાઉદીન શેખ તથા અન્ય લોકોએ વડોદરા ખાતે નવાયાર્ડમાં રહેતા ઇન્તેખાબ આલમ નામના વ્યકિતને ત્યાં એક મીટીંગનું આયોજન કરી સુનિયોજીત

 કાવત્રું રચ્યાનું પણ બહાર આવ્યુ હતું તેમ પોલીસ કમિશનર શમશેર સિંઘના સીધા માર્ગદર્શન હેઠળ રચાયેલ ખાસ તપાસ કમિટીમા રહસ્ય સ્ફોટ થયેલ.

(3:53 pm IST)