Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

એનડીઆઈડીના બે વિદ્યાર્થીઓની ડિઝાઈન મિલાન પ્રદર્શનમાં પ્રદર્શિત

રાશિએ ફૂલકારી શાલમાં દર્શાવ્યુ ભારત- પાકિસ્તાન વિભાજનનું દર્દ, અર્જુનવીરે વિભાજનના પગલે ગુમનાથ થયેલ મંજુ ખેસની અપાવી યાદ

અમદાવાદ, તા. ૮: એનઆઈડી અમદાવાદના બે છાત્રો રાશિ શર્મા અને અર્જુનવીર સિંહની ડિઝાઇનને ઇટલી મિલાનમાં ૫ સપ્ટેમ્બરના શરૂ થયેલા સુપરસલોન પ્રદર્શનીમાં જગ્યા મળી છે. ૨૨ દેશોની ૪૮ ડિઝાઇન સ્કૂલોના ૧૭૦ ડિઝાઇન પ્રોજેકટનો એમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ડિઝાઇન એક અનોખી કહાનીઓ દર્શાવી રહી છે. આ પ્રદર્શન આ ડિઝાઇન સ્નાાતકોને એક સારૃં પ્લેટફોર્મ આપવા માટે ૫ થી ૧૦ ડિસેમ્બર દરમિયાન ઇટલી મિલાનમાં આયોજિત કરવામાં આવ્યું છે.

કોરોના મહામારીના કારણે પ્રદર્શન થઇ શક્યું નહોતું તેમને એક સારૃં પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ધી લોસ્ટ ગ્રેજ્યુએશન શો ૨૦૨૦ - ૨૦૨૧ અંતર્ગત તેને આયોજિત કરવામાં આવ્યું છે. જેમાં એનઆઈડી અમદાવાદના બીએ ટેકસટાઇલ ડિઝાઈનની છાત્રા રાશિ શર્માના પ્રોજેકટ એમ્બ્રોડર્ડ મેમોરીઝની અંતર્ગત તૈયાર કરવામાં આવેલી ફૂલકારી શાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાશિએ જણાવ્યું કે, આમ ભારત પાકિસ્તાન વચ્ચે વર્ષ ૧૯૪૭માં થયેલા વિભાજન સમયે લોકોનું દર્દ દર્શાવવામાં આવ્યું છે. એ પોતે એવા પરિવારમાંથી છે જેના પરદાદા મૂળરૂપથી હાલના પાકિસ્તાન સ્થિત રાવલપિંડી સાથે સબંધ ધરાવે છે. વિભાજન સમયે બધું જ છોડી ભારત આવવું પડ્યું. એનઆઈડીમાં ડ્રાફ્ટ ડોક્યુમેન્ટેશન કોર્સ સમયે  તેણીએ આ ડિઝાઇન વિષે જાણ્યું જેની ઉત્પત્તિ પંજાબમાં થઇ હતી.

બીએ ટેકસ્ટાઇલના જ છાત્ર અર્જુનવીર સિંહે પણ ભારત - પાકિસ્તાન વિભાજનના ચાલતા ગુમનામ થયેલી  ડિઝાઇન મંજુ ખેસને નવી ઓળખ અપાવવાની કોશિશ કરી છે. લોકોને એક વાર ફરી આ વાતથી વાકેફ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ ભારત - પાકિસ્તાન વિભાજન પહેલા ઘણી જ પ્રચલિત હતી. આ એક ટેકસટાઈલ (બેડશીટ)ની ડિઝાઇન છે.

(3:53 pm IST)