Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

વલસાડ-ધરમપુર રોડ ઉપરની વાંકલની હોટલમાં આધેડ પોતાની પ્રેમિકા સાથે રંગરેલિયા બનાવતા ઝડપાઇ જતા પરિવારે મહિલાને માર માર્યો અને નગ્ન પરેડ કરાવ્‍યુ

પુરૂષની પત્‍ની સહિતના પહોંચી ગયા અને ફરિયાદ કરી

વલસાડ: શહેરમાં વધારે એક પતિ પત્ની અને વો નો કિસ્સો સામે આવ્યો છે. જો કે બંન્ને રંગે હાથ ઝડપાતા બંન્નેની નગ્ન પરેડ કરાવવામાં આવી હતી. એક પુરૂષ અન્ય સ્ત્રી સાથે હોટલમાં ગયો હોવાની જાણ પુરૂષની પત્નીને થતા પોતાના અન્ય પરિવારજનો સાથે હોટલ પર પહોંચી હતી. જ્યાં પુરૂષ અને પરસ્ત્રી બંન્ને રંગરેલિયા મનાવતા ઝડપાઇ ગયા હતા. જેના પગલે રણચંડી બનેલી પત્નીએ મહિલાને ન માત્ર માર માર્યો હતો પરંતુ નગ્ન પરેડ પણ કરાવી હતી. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે વલસાડ-ધરમપુર રોડ પર વાંકલની એક હોટલનો હોવાનું સામે આવ્યું છે. અહીં બંન્ને રંગરેલિયા મનાવી રહ્યા હતા ત્યારે પુરૂષની પત્ની સહિતના પરિવારજનો પહોંચી ગયા હતા. પરિવારે કઢંગી હાલતમાં રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પોતાના પતિ અને પ્રેમિકાને હોટલના રૂમમાં જ મેથીપાક ચખાડ્યો હતો. પત્નીની સાથે આવેલા અન્ય પરિવારજનોએ પણ બંન્નેને માર માર્યો હતો.

વાંકલની હોટલમાં પતિ અને તેની પ્રેમિકાને મેથીપાક ચખાડ્યા બાદ પુરૂષના પરિવારજનો મહિલાને અર્ધનગ્ન હાલતમાં હોટલની બહાર ઢસડીને લાવ્યા હતા. જેના પગલે હોટલ દ્વારા પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમ મહિલાની મદદે પહોંચી હતી. પ્રેમી-પ્રેમિકાને પોલીસ મથકે લવાઇ હતી. જો કે બંન્ને પરિવારો વચ્ચે સમાધાન થતા પોલીસ ચોપડે કોઇ નોંધ થઇ નહોતી. જો કે હોટલમાં થયેલી મારામારીનો વીડિયો હવે 10 દિવસથી પણ વધારેના સમય બાદ વાયરલ થઇ રહ્યો છે.

(4:41 pm IST)