Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

સુરતમાં નજર ચુકવીને જાદુઇ સ્‍પીડથી એટીએમ કાર્ડ બદલી નાખનાર આંતરરાજ્‍ય ગેંગને ઇકોસેલ ડિપાર્ટમેન્‍ટે ઝડપી લીધીઃ 19 એટીએમ કાર્ડ અને કાર તથા રોકડ જપ્‍ત

ગુજરાત, મહારાષ્‍ટ્ર, યુપી જેવા રાજ્‍યોમાં ચોરી કરતાઃ રાત્રીના હાઇ-વેની હોટલમાં રોકાતા

સુરત: ગુજરાત, મહારાષ્ટ્ર તથા ઉતર પ્રદેશના વિવિધ વિસ્તારોમા ફરી બેંકના એટીએમમા આવતા ગ્રાહકોને નિશાન બનાવી તેમના એટીએમ નંબર જાણી લઇ બાદમા ગ્રાહકની નજર ચૂકવીને એટીએમ કાર્ડ બદલી નાખનાર આંતર રાજય ગેંગને સુરત ઇકોસેલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઝડપી પાડવામા આવી હતી. જેમની પાસેથી પોલીસે 15 હજાર રોકડા તથા 19 એટીએમ કાર્ડ તથા એક કાર કબ્જે કરી છે. અગાઉ પણ આ ગેંગના સારગિતોએ યુપી, મહારાષ્ટ્ર સહિતના રાજયોમા છેતરપીડીના ગુનામા ઝડપાય ચુકયા છે.

સુરતના પાંડેસરા વિસ્તારમા રહેતા શ્રમજીવી યુવાનએ બાયલીબોય ખાતે આવેલા એસબીઆઇ બેંકના એટીએમમા પૈસા ઉપાડવા ગયા હતા. જે તે સમયે બે શખ્સો એટીએમ સેન્ટરમા ઉભા હતા. દરમિયાન આ બંને શખ્સો દ્વારા શ્રમજીવીનો એટીએમ કાર્ડ નજર ચુકવીને બદલી નાખવામા આવ્યો હતો. બાદમા ચાર વાર ટ્રાન્ઝેકશન કરી તેના એકાઉન્ટમાથી રુ 71 હજાર રુપિયા બોરાબાર ઉપાડી લેવાયા હતા. આ અંગે ફરિયાદીએ પાંડેસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે ઇકો સેલની વિવિધ ટીમ પણ આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી.

દરમિયાન ઇકો સેલના વિભાગને બાતમી મળી હતી કે બેંકના એટીએમ ,સેન્ટરમા આવતા ગ્રાહકોને નિશાન બનાવતી ગેગ હાલ સુરતમા ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આ ગેંગને ઝડપી પાડી હતી. પોલીસે તેમની અંગ ઝડતી કરતા રુ 15 હજાર રોકડા. એક કાર તથા 19 જેટલા એટીએમ કાર્ડ કબ્જે કર્યા હતા. પોલીસ પુછપરછમા તેમને પોતાનુ નામ તૌફીકખાન મુસ્કીમ, રિયાઝખાન, હબીબ શેખ તથા મોહમદ મુનીરશેખ જણાવ્યુ હતુ. જેઓએ પોતાની કબૂલાત દરમિયાન જણાવ્યુ હતુ કે તેઓ ગુજરાત., મહારાષ્ટ્ર, યુપી જેવા અલગ અલગ રાજયોમા કાર મારફતે ફરતા હતા.

દરમિયાન એટીએમ સેન્ટરમા પ્રવેશતા ગ્રાહકોને નિશાન બનાવતા હતા. જે ગ્રાહકને એટીએમ ચલાવતા ન આવડતુ હોય તેવા લોકોના એટીએમ નંબર જાણી તેમને મદદ કરતા હતા બાદમા આ જ એટીએમ કાર્ડ બદલી નાંખીને અલગ અલગ એટીએમ સેન્ટર માથી બારોબાર રુપિયા ઉપાડી ભાગી છુટતા હતા. અત્યાર સુધી તેઓએ મહારાષ્ટ્ર, ગુજરાત તેમજ યુપીઓમા અનેક ગુનાઓને અંજામ આપી ચુકયા હોવાની કબૂલાત કરી હતી. આ શખ્સો કાર મારફતે જ યુપી થી નીકળતા અને અલગ અલગ સ્થળોએ ફરતા હતા. રાત્રિ દરમિયાન હાઇવેની જ હોટલમા રોકાઇ જતા હતા.

(4:47 pm IST)