Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

સાણંદ તાલુકાના ગામોમાં અન્ન કીટ વિતરણ કરવામાં આવ્યું

ગાંધીનગર લોકસભાના સાંસદ, ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના માધ્યમથી જરૂરિયાતમંદ પરિવારોને અન્ન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :સાણંદ તાલુકાના સરી, કુંવાર, લેખંબા, ચરલ, વિછીયા, કોબા, કુંડલ, ગોકળપુરા, ગોરજ જેવા વિવિધ ગામોમાં ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહ ના માધ્યમથી જરૂરિયાતમંદ પરિવારોને અન્ન કીટ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો.  જેમાં ધારાસભ્ય કનુભાઈ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ ખોડાભાઈ પટેલ, તાલુકા સદસ્ય નયનાબેન વલ્લભભાઈ કો.પટેલ, તાલુકા સંગઠન ઉપપ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા(લેખંબા), તાલુકા સંગઠન મંત્રી ચંદુભાઈ કો.પટેલ, સક્રિય સભ્ય ભવાનભાઈ કો.પટેલ દ્વારા અનાજની કિટો ગામડે ગામડે વિતરણ કરાઈ હતી. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(6:17 pm IST)