Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

વિરમગામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા મહાવીર જન્મ વાંચનની પરંપરાગત ઉજવણી કરવામાં આવી

મુંબઈથી પધારેલા વીર સૈનિક કેતનભાઇ દ્વારા ત્રિશલા નંદન વીર પ્રભુના જન્મ વાંચન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :વિરમગામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે શાલિભદ્ર આરાધના ભવન ખાતે મહાવીર જન્મ વાંચન ની પરંપરાગત ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મુંબઈથી પધારેલા વીર સૈનિક કેતનભાઇ દ્વારા ત્રિશલા નંદન વીર પ્રભુના જન્મ વાંચન કરવામાં આવ્યું હતું. આજના પવિત્ર દિવસે સમસ્ત જૈન સમાજના શ્રાવક, શ્રાવિકાઓ, યુવાનો ,બાળકો અને વૃદ્ધો પ્રભુના જન્મ વાંચન તરીકે ઉજવે છે. મહાવીર સ્વામીના માતા ત્રરિશલાને આવેલા ૧૪ સ્વપ્નો એક પછી એક ચાંદી ની કૃતિ વાળા ઉતાર્યા હતા.

 બોલીબોલનાર ભાગ્યશાળીએ સોનાની અને ફૂલની માળા પહેરાવી હતી. ભક્તિભાવ સાથે ઉપસ્થિત હજારોની સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા ફૂલ- અક્ષત વધામણા કર્યા હતા. મહાવીર સ્વામી ભગવાનનું પારણું ઘરે લઈ જવાની બોલી મહેતા નવીનચંદ્ર છગનલાલ પરિવારે 8002 મણમાં લાભ લીધો હતો. જ્યારે ભગવાનને ચાંદીના પારણામાં પધરાવાની બોલી  16016 મણમા ગાંધી શાંતિલાલ વાડીલાલ પરિવારે લાભ લીધો હતો

 . ભગવાનને પારણામાં ઝુલાવવા ની બોલી 10,008 મણમા શેઠ અમૃતલાલ હરખચંદ પરિવારે લાભ લીધો હતો. શાલિભદ્ર આરાધના ભવન થી નીકળેલી શોભાયાત્રામાં શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.ત્રિશલા નંદન વીર કી, જય બોલો મહાવીર કી ના ગગનભેદી નારા સાથે વાતાવરણ ગૂંજી ઊઠયું હતું. શોભાયાત્રા દરમિયાન વિરમગામ શહેરના રાજમાગૅ પર ફરી દેવદર્શન ખાતે સંપન્ન થઇ હતી.

(6:20 pm IST)