Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

સુરતના બામરોલી વિસ્તારમા અલગ અલગ કારખાનામાંથી કારીગરે 5.33 લાખની ચોરી કરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના બમરોલી વિસ્તારમાં એક જ માલિકના ત્રણ અલગ-અલગ કારખાનામાંથી કારીગરે જરીના 1720 રોલ કિંમત રૂ. 5.33 લાખની મત્તા ચોરી કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે કારખાનાના કારીગરીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉધના-મગદલ્લા રોડ સ્થિત ચંદ્રમણી સોસાયટીમાં રહેતો કૃણાલ જયવદન જરીવાલા (ઉ.વ. 34) ખટોદરા-બમરોલી રોડ સ્થિત કોમલ સર્કલ નજીક એસ.કે. નગર-3 માં શુભ જરી નામે ભાઇઓ સાથે ભાગીદારીમાં કારખાનું ધરાવે છે. ગત રોજ કૃણાલને કારખાનામાં વજન કાંટાની બાજુમાં મુકેલા જરીના થેલા નજરે નહીં પડતા શંકા ગઇ હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં કારખાનામાં રહેતો અને બોબીન ભરવાનું કામ કરતો શૈલેષ બસંતલાલ મૌર્યા (રહે. વારાણસી, યુ.પી) તા. 26 ઓગષ્ટથી 6 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં અલગ-અલગ સમયે કારખાનાના ટેમ્પોમાં જરીના 1160 રોલ ચોરી કર્યાનું જણાયું હતું. શૈલેષે માત્ર એક જ કારખાનામાં નહીં પરંતુ કૃણાલના બમરોલી રોડ રાયકા સર્કલ નજીક આત્માનંદ-2 અને ઉધના-મગદલ્લા રોડની અંબિકા સોસાયટીમાં આવેલા કારખાનામાંથી પણ 560 રોલ મળી કુલ 1720 રોલ કિંમત રૂ. 5.33 લાખની મત્તાની ચોરી કરી હતી. ઘટના અંગે કૃણાલે ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

(6:34 pm IST)