Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

સુરતમાં આજથી ત્રણેક વર્ષ પહેલા ચેક રિટર્નના ત્રણ અલગ અલગ કેસમાં અદાલતે આરોપીને ત્રણ મહિનાની કેદની સુનવણી કરી

સુરત:શહેરમાં આજથી ત્રણેક વર્ષ પહેલાં જુની કારની લે-વેચના નાણાંકીય વ્યવહારના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્નના ત્રણ અલગ અલગ કેસોમાં આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ઋત્વિક ત્રિવેદીએ દોષી ઠેરવી ત્રણ મહીનાની કેદ તથા નકારાયેલા લેણી રકમના ચેકનો દંડ ભરવા હુકમ કર્યો છે.જો આરોપી દંડ ભરે તો ફરિયાદીને લેણી રકમ વળતર પેટે ચુકવવા તથા ન ભરે તો વધુ એક માસની કેદની સજા ભોગવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.

જુની કાર ખરીદી રીપેર કરીને જુની કાર વેચાણ તથા દલાલીનું કામ કરતા ફરિયાદી રામ વિજય ભુટાઈ યાદવ (રે.આદેશ્વર સોસાયટી,અઠવાલાઈન્સ)ને 2012થી જુની કાર વેચાણની દલાલી કરતાં આરોપી રાજેશ પ્રવિણચંદ્ર સિંગાપુરી (રે.એમ.ડી.રેસીડેન્સી,કઠોર તા.કામરેજ) સાથે ધંધાકીય સંબધો હતા. આરોપીએ પ્રવિણ અમરા પટેલ પાસેથી રૃ.11 લાખમાં કાર ખરીદ કરવાનું નક્કી કરી ભાવિન પંડયા પાસેથી બીએમડબલ્યુ કાર ખરીદી બદલામાં ઈનોવા કાર આપી હતી. ત્યારબાદ આરોપીએ બીએમડબલ્યુ કાર 8.31 લાખમાં જેકી હર્ષદ ખજાનચીને વેચાણ આપ્યા બાદ ફરિયાદી રામ યાદવ પાસેથી વેચાણ અવેજ મેળવી આરોપીએ કાર વેચાણ સંબંધી ઠગાઈ કરતાં કામરેજ પોલીસમાં ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી. જેના સમાધાન પેટે 3.50 લાખની લેણી રકમના ત્રણ ચેકો લખી આપ્યા હતા. જે રીટર્ન થતાં કોર્ટ ફરિયાદ કરી હતી. કોર્ટ કાર્યવાહીમાં આરોપી લાંબા સમયથી હાજર ન રહેવાથી કોર્ટે આરોપીની વર્તણુંકને ધ્યાને લીધી હતી. કોર્ટે આરોપીના કારણે થયેલા કેસ કાર્યવાહીના વિલંબના લીધે ફરિયાદીને વિના કારણ આર્થિક નુકશાન થયું હોઈ આરોપીને લેણી રકમનો દંડ ફટકારી ફરિયાદીને દંડની રકમ વળતર તરીકે ચુકવવા હુકમ કર્યો છે.

(6:35 pm IST)