Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

વડોદરાની મંગળ બજારમાં વેપારીના ઘરમાં જ દીકરાએ સોનાના સિક્કાની ચોરી કરતા અરેરાટી મચી જવા પામી

વડોદરા: શહેરના મંગળ બજાર વિસ્તારના એક વેપારીના ઘરમાં તેમના જ દીકરાએ સોનાના સિક્કાની ચોરી કરી બાજુવાળાના એક સોનીને વેચી દઈ રોકડ રકમ લીધી હતી જેમાંથી તેના ચાર મિત્રને આ રકમ વહેચી લીધાનો કિસ્સો સીટી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો પરંતુ પોલીસે વગદાર વ્યક્તિઓ ના કારણે પોલીસ ફરિયાદ પણ નોંધી નહીં અને પૈસા લેનાર બે યુવકને ફટકાર્યા હતા. અને ત્યારબાદ તે વેપારીને નાણા પરત મળી જતા મામલો રફેદફે કરી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ કિસ્સાની ચાલતી ચર્ચા પ્રમાણે મંગળ બજારના એક વેપારીના ઘરમાં જ તેમના દીકરાએ સોનાના સિક્કાની ચોરી કરી હતી અને તે સિક્કા બાજુવાળાના એક સોનીને બારોબાર વેચી દીધા અને તેમાંથી રૂ ચારથી પાંચ લાખની રકમ મળી હતી. આ સમગ્ર ચોરીના કિસ્સાની જાણ મંગળ બજારના વેપારીને થઈ હતી. આ વેપારીએ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે કાર્યવાહી કરતા તેમના દીકરાએ જ ચોરી કરી હોવાનું જણાવતા આખરે પોલીસની મદદથી બાજુવાળાના સોનીની પૂછપરછ કરવામાં આવી હતી અને તેને કેટલી રકમ ચૂકવી છે તેની માહિતી લીધી અને વેપારીના દીકરાને પણ પૂછપરછ કરતાં તેણે તેના કયા કયા મિત્રોને રોકડ રકમ ચૂકવી છે તેના નામ મેળવ્યા હતા.

(6:37 pm IST)